Viyahapannatti 151
Viyāhapannatti: ṭīkānusārī vivecana 151
- Language
- Gujarati
151
વિવેચન :–૯૮
પાર્શ્વજિનના શિષ્યોમાંના કોઈ એક તે પાર્શ્વાપત્યીય. સ્થવિર - શ્રી મહાવીર જિનના શિષ્ય-શ્રુતવૃદ્ધ, સમભાવરૂપ સામાયિક. તેનું સ્વરૂપ સૂક્ષ્મ હોવાથી જાણતા નથી. સામાયિકનું પ્રયોજન-કર્મો ન બાંધવા અને જૂના નિર્જરવારૂપ. પૌરુષી આદિ નિયમ, આશ્રવ દ્વાર નિરોધ. પૃથ્વી આદિ સંરક્ષણ લક્ષણ સંયમ, તેનો હેતુ-અનાશ્રવત્વ. ઈન્દ્રિય, મનને અટકાવવા અનાશ્રવત્વ. છોડવા લાયકને છોડવાના વિશેષબોધરૂપ વિવેક, કાયા આદિના વ્યુત્સર્ગ માટે અસંગપણાને.
હે આર્ય! તમારા મતે શું છે? અમારા મતે આત્મા સામાયિક છે. કહ્યું છે - દ્રવ્યાર્થિક નયના મતે ગુણપ્રતિપન્ન જીવ એ સામાયિક છે. સામાયિક એટલે જીવ જ. કર્મ ન બાંધવાદિ જીવના ગુણો છે અને જીવ તેના ગુણોથી જુદો નથી. એ રીતે પ્રત્યાખ્યાનાદિ પણ જાણવું.
હે સ્થવિરો! સામાયિક આત્મા છે, તો ક્રોધાદિ છોડીને તેની ગર્હા કેમ કરો છો? કેમ કે ‘નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ’ એ વચનોથી ક્રોધાદિની નિંદા જણાવે છે. - X - X - નિંદા દ્વેષથી થાય.
ઉત્તર-સંયમને માટે. પાપની નિંદાથી સંયમ થાય, પાપની અનુમતિનો વ્યવચ્છેદ થાય. સંયમનો હેતુ હોવાથી ગર્હા સંયમ છે. કર્મબંધનું કારણ ન હોવાથી ગર્હા સંયમ છે. ગર્હા જ બધાં રાગાદિ દોષ કે પૂર્વકૃત્ પાપનો નાશ કરે છે. બાલ્ય - મિથ્યાત્વ અને અવિરતિને જ્ઞપરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડીને. એ રીતે અમારો આત્મા સંયમમાં સ્થાપિત થાય છે અથવા આત્મરૂપ સંયમ પ્રાપ્ત થાય છે. સંયમમાં આત્મા પુષ્ટ થાય છે અથવા આત્મરૂપ સંયમ પુષ્ટ થાય છે. ઉપસ્થિત એટલે અત્યંત સ્થિર રહેનાર.
આ પદો - ‘નહીં જોયેલા’ શા માટે? અજ્ઞાનતાથી સ્વરૂપ વડે પ્રાપ્ત ન હોવાથી. શા માટે? શ્રુતિ રહિતપણું હોવાથી, અબોધિ - જિનધર્મની અપ્રાપ્તિ. અહીં પ્રકરણવશ શ્રી મહાવીર જિનનો ધર્મ લેવો અથવા ઔત્પાત્તિકી આદિ બુદ્ધિ ન હોવાથી, વિસ્તૃત બોધના અભાવે, સાક્ષાત્ પોતાને અનુપલબ્ધ હોવાથી, બીજા પાસેથી સાંભળેલ ન હોવાથી, જોયેલ અને સાંભળેલ ન હોવાથી અણચિંતવેલ, તેથી જ વિશિષ્ટ બોધનો વિષય ન થવાથી, વિશેષથી ગુરૂએ ન કહેલ હોવાથી, વિપક્ષથી અવ્યવચ્છેદિત હોવાથી, સુખે બોધ થાય તે માટે મોટા ગ્રંથથી સંક્ષેપ કરી ગુરૂએ ઉદ્ધરેલ ન હોવાથી, તેથી જ અમે અવધારેલ ન હોવાથી આ પ્રકારના કે આ અર્થની અમે શ્રદ્ધા ન કરી, પ્રીતિ વિષયક ન કર્યો અથવા હેતુથી ન જાણ્યો, ઈચ્છ્યો નહીં. હવે તમે કહો છો તેમ છે.
ચાર મહાવ્રતવાળો, પાર્શ્વજિનમાં ચાર મહાવ્રત છે, કેમ કે અપરિગૃહીત સ્ત્રી ભોગવાતી નથી, એમ મૈથુનનો પરિગ્રહમાં સમાવેશ છે. પાર્શ્વનાથનો ધર્મ અપ્રતિક્રમણ છે, કેમ કે કારણે જ પ્રતિક્રમણ કરે છે, અન્યથા નથી કરતા. મહાવીર જિનમાં સપ્રતિક્રમણ ધર્મ છે, કારણ વિના પણ પ્રતિક્રમણ કરવાનું છે.
દેવાનુપ્રિય - પ્રિયને આમંત્રણ. પડિબંધ - વ્યાઘાત, ન કરવો. મુંડભાવ - દીક્ષિતત્વ, ફલગશય્યા - પાતળી લાંબી પહોળી લાકડાની શય્યા. કટ્ઠશય્યા - ખરાબ લાકડાની શય્યા, કષ્ટશય્યા કે અમનોજ્ઞ વસતિ લાભ અને અલાભ કે અપરિપૂર્ણ લાભ. ઉચ્ચાવચ્ચા - અનુકૂળ-પ્રતિકૂળ કે અસમંજસ, ગ્રામ -ઈન્દ્રિયસમૂહ, કણ્ટક - બાધક, શત્રુરૂપ. એવું કોણ છે? બાવીશ પરીષહ-ભૂખ આદિ, ઉપસર્ગ-ધર્મથી ભ્રષ્ટ કરનાર, દેવાદિ કૃત્. કાલાશ્યવેષિપુત્ર પ્રત્યાખ્યાનથી સિદ્ધ થયા. હવે અપ્રત્યાખ્યાન કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit