Viyahapannatti 157
Viyāhapannatti: ṭīkānusārī vivecana 157
- Language
- Gujarati
157
વિવેચન :–૧૦૧
ઢેફું આદિ અસ્થિર દ્રવ્ય બદલાય છે. અધ્યાત્મ પક્ષમાં કર્મ અસ્થિર છે, કેમ કે તે જીવ પ્રદેશોથી પ્રતિ સમય ચલિત થાય છે. બંધ-ઉદય-નિર્જરાદિ પરિણામોથી બદલાય છે. શિલા આદિ બદલાતા નથી. અધ્યાત્મ પક્ષે જીવ સ્થિર છે. કેમ કે કર્મ ક્ષય થતાં પણ તે રહે છે. તે ઉપયોગ લક્ષણ સ્વભાવથી બદલાતો નથી. ભંગુર સ્વભાવવાળા શલાકાદિ ભાંગી જાય છે. તેમ અધ્યાત્મ પક્ષે સ્થિર કર્મ ભાંગી જાય છે. તથા જેમ લોઢાની શળી આદિ સ્થિર પદાર્થ ભાંગતા નથી તેમ સ્થિર જીવ ભાંગતો નથી, કેમ કે તે શાશ્વત છે. જીવ પ્રકરણ હોવાથી કહે છે
વ્યવહારથી બાળ એટલે બાળક, નિશ્ચયથી બાળ એટલે અસંયત જીવ, તે દ્રવ્યત્વથી શાશ્વત છે. બાલત્વ એટલે વ્યવહારથી બાળપણું, નિશ્ચયથી અસંયતપણું તે પર્યાયત્વથી અશાશ્વત છે. એ રીતે પંડિત સૂત્ર પણ જાણવું. વ્યવહારથી પંડિત એટલે શાસ્ત્રજ્ઞ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit