Pramāṇa · Search · About · API

Viyahapannatti 161

Viyāhapannatti: ṭīkānusārī vivecana 161

Language
Gujarati

161

‘ભગવતી’ સૂત્ર-૧૦૩ :– [૧/૧૦/૧૦૩]
ભગવન્‌! અન્યતીર્થિકો આમ કહે છે કે – યાવત્‌ એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે – ઐર્યાપથિકી, સાંપરાયિકી. જે સમયે ઐર્યાપથિકી કરે છે તે સમયે સાંપરાયિકી કરે છે, જે સમયે સાંપરાયિક કરે છે, તે સમયે ઐર્યાપથિકી કરે છે. ઐર્યાપથિકી ક્રિયા કરવાથી સાંપરાયિકી કરે છે, સાંપરાયિકી ક્રિયા કરવાથી ઐર્યાપથિકી કરે છે. એ પ્રમાણે એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે – ઐર્યાપથિકી અને સાંપરાયિકી. ભગવન્‌! આ કેવી રીતે થાય?
ગૌતમ! અન્યતીર્થિકી જે આમ કહે છે યાવત્‌ જે તેઓએ એમ કહ્યું છે, તે મિથ્યા છે. ગૌતમ! હું એમ કહું છું - કે નિશ્ચે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. અહીં પરતીર્થિક તથા સ્વસિદ્ધાંતની વક્તવ્યતા જાણવી. યાવત્‌ ઐર્યાપથિકી અથવા સાંપરાયિક ક્રિયા કરે છે.

Linked texts (1)