Viyahapannatti 170
Viyāhapannatti: ṭīkānusārī vivecana 170
- Language
- Gujarati
170
‘ભગવતી’ સૂત્ર-૧૦૮ થી ૧૧૧ :– [૨/૧/૧૦૮ થી ૧૧૧]
[૧૦૮] ભગવન્! વાયુકાય વાયુકાયમાં જ અનેક લાખ વાર મરીને ફરી ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય? હા, ગૌતમ! થાય. ભગવન્! વાયુકાય સ્પૃષ્ટથી મરણ પામે કે અસ્પૃષ્ટથી? ગૌતમ! સ્પૃષ્ટ મરણ પામે, અસ્પૃષ્ટ નહીં.
ભગવન્! તે શું સશરીરી બીજી ગતિમાં જાય કે અશરીરી? ગૌતમ! કથંચિત્ સશરીરી જાય અને કથંચિત અશરીરી જાય.
ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! વાયુકાયને ચાર શરીરો છે – ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ. તેમાં ઔદારિક વૈક્રિયને છોડીને અને તૈજસ-કાર્મણની સાથે બીજી ગતિમાં જાય છે, માટે કહ્યું કે કથંચિત્ સશરીરી, કથંચિત્ અશરીરી.
[૧૦૯] ભગવન્! જેણે સંસાર અને સંસારના પ્રપંચોનો નિરોધ કર્યો નથી, જેનો સંસાર અને સંસાર-વેદનીય કર્મ ક્ષીણ થયેલ નથી, જેનો સંસાર અને સંસાર-વેદનીય કર્મનો વિચ્છેદ થયો નથી, જે નિષ્ઠિતાર્થ નથી, જેનું કાર્ય પૂર્ણ થયું નથી, તેવો મૃતાદિ નિર્ગ્રન્થ, ફરીને મનુષ્યાદિ ભવોમાં શીઘ્ર આવે? હા, ગૌતમ! - X - આવે.
[૧૧૦] ભગવન્! તેને કયા શબ્દોથી બોલાવાય? ગૌતમ! તેને કદાચ પ્રાણ, કદાચ ભૂત, કદાચ જીવ, કદાચ સત્વ, કદાચ વિજ્ઞ, કદાચ વેદ તથા કદાચ પ્રાણ-ભૂત-જીવ-સત્વ-વિજ્ઞ-વેદ કહેવાય.
ભગવન્! તે પ્રાણ યાવત્ વેદ કેમ કહેવાય? ગૌતમ! તે અંદર-બહાર શ્વાસ-નિઃશ્વાસ લે છે, માટે પ્રાણ કહેવાય. તે થયો છે - થાય છે - થશે માટે ભૂત કહેવાય. તે જીવ હોવાથી જીવે છે, જીવત્વ અને આયુકર્મ અનુભવે છે માટે જીવ કહેવાય. શુભ-અશુભ કર્મોથી બદ્ધ છે, માટે સત્વ કહેવાય. સુખ-દુઃખને વેદે છે માટે વેદ કહેવાય. તેથી તેને યાવત્ પ્રાણ યાવત્ વેદ કહેવાય છે.
[૧૧૧] ભગવન્! જેણે સંસારને રોક્યો છે - X - યાવત્ જેના કાર્યો પૂર્ણ થયા છે, તે ફરીને મનુષ્યત્વાદિ પામતો નથી? હા, ગૌતમ! - X - તે પામતો નથી.
ભગવન્! તેને કયા શબ્દોથી બોલાવાય? ગૌતમ! તે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પારગત-પરંપરગત કહેવાય તથા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વૃત્ત, અંતકૃત્, સર્વદુઃખપ્રક્ષીણ કહેવાય. - ભગવન્! ‘એમ જ છે, એમ જ છે’ કહી ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit