Pramāṇa · Search · About · API

Viyahapannatti 169

Viyāhapannatti: ṭīkānusārī vivecana 169

Language
Gujarati

169

વિવેચન :–૧૦૭
કિણ્ણં - કેવા પ્રકારના દ્રવ્યો? આહારગમ - પ્રજ્ઞાપનાના ૨૮-માં આહાર પદમાં કહેલ છે, તે સૂત્રો – બે વર્ણવાળા, ત્રણવર્ણી યાવત્‌ પંચવર્ણી યાવત્‌ જે વર્ણથી કાળા છે, તે શું એકગુણ કાળા છે યાવત્‌ અનંતગુણ કાળા છે, ઈત્યાદિ. જીવો અને એકેન્દ્રિયો-વ્યાઘાતવાળા, નિર્વ્યાઘાત વાળા કહેવા - X - X - એકેન્દ્રિયો આ પ્રમાણે - પૃથ્વીકાય કેટલી દિશામાંથી શ્વાસ૦ લે છે? ગૌતમ! નિર્વ્યાઘાતમાં છ દિશામાંથી, વ્યાઘાતમાં ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી. એ રીતે અપ્‌કાયાદિમાં જાણવું. - X - તેઓ લોકના છેડે પણ હોય છે, માટે ત્રણ વગેરે દિશામાંથી શ્વાસના પુદ્ગલ લેવામાં વ્યાઘાત સંભવે છે. બાકીના નૈરયિકાદિ છ એ દિશાથી શ્વાસના અણુ લે છે. કેમ કે તેઓ ત્રસ નાડી અંતર્ભૂત હોય છે.
હવે એકેન્દ્રિયોને ઉચ્છ્‌વાસાદિ વાયુરૂપ હોય છે. તો શું વાયુકાયને પણ વાયુકાય જ ઉચ્છ્‌વાસાદિમાં હોય? કે પૃથ્વી આદના ઉચ્છ્‌વાસાદિ માફક વાયુથી વિલક્ષણ છે? તે શંકાથી પ્રશ્ન કરેલ છે. વાયુ પોતે વાયુરૂપ છે, તો પણ તેને બીજા વાયુરૂપ શ્વાસ-નિઃશ્વાસની જરૂર રહે છે. કેમ કે ચૈતન્યવાળા-જીવને તે જરૂરી છે. તે વાયુ, વાયુરૂપ છે પણ વાયુકાયના ઔદારિક, વૈક્રિય શરીરરૂપ નથી. કેમ કે આન-પ્રાણ સંજ્ઞાવાળા આ શ્વાસના પુદ્ગલો ઔદારિક અને વૈક્રિય શરીરના પુદ્ગલો કરતાં અનંતગુણ પ્રદેશવાળા હોવાથી સૂક્ષ્મ છે. તેથી શ્વાસરૂપ વાયુ ચૈતન્ય વાયુના શરીરરૂપ નથી.

Linked texts (1)