Viyahapannatti 171
Viyāhapannatti: ṭīkānusārī vivecana 171
- Language
- Gujarati
171
વિવેચન :–૧૦૮ થી ૧૧૧
[૧૦૮] આ પ્રશ્ન વાયુકાયના પ્રસ્તાવથી વાયુસંબંધે છે, અન્યથા પૃથ્વીકાયાદિમાં પણ લાગુ પડે છે. કેમ કે તેઓ પણ સ્વ કાયસ્થિતિમાં મરણ પામીને અસંખ્ય, અનંતવાર ત્યાં ઉપજે છે. કહ્યું છે – એકેન્દ્રિયોમાંના ચારની અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાયસ્થિતિ છે અને વનસ્પતિની અનંત ઉત્સર્પિણી અવસર્પિણી છે. તેમાં વાયુકાય, વાયુકાયમાં અનેક લાખવાર મરીને વાયુકાયમાં જ ઉત્પન્ન થાય છે. તે સ્વકાય કે પરકાયશસ્ત્રથી મરણ પામે છે. આ સૂત્ર સોપક્રમ અપેક્ષાએ છે. સ્વ શરીરથી નીકળે છે. ઔદારિક, વૈક્રિય શરીર અપેક્ષાએ અશરીરી, તૈજસ-કાર્મણ શરીરાપેક્ષાએ સશરીરી છે. કોઈ મુનિની સંસાર ચક્ર અપેક્ષાએ પુનઃપુનઃ ઉત્પત્તિ થાય, જેમ વાયુકાયની પુનઃ પુનઃ ઉત્પત્તિ કહી તેમ. તે દર્શાવે છે.
[૧૦૯ થી ૧૧૧] મૃતાદિ - પ્રાસુક ભોજી, ઉપલક્ષણથી એષણીયાદિ. નિર્ગ્રન્થ - સાધુ. જલ્દી આવે છે. કેવો થયેલો? તે કહે છે – આવનાર જન્મને રોક્યો નથી એવો ચરમભવને અપ્રાપ્ત. આવો સાધુ બે ભવે પણ મોક્ષ પામનાર હોય, માટે કહે છે – દેવ, મનુષ્યના અનેક ભવ પામનાર હોય, માટે કહે છે – ચતુર્ગતિગમન ક્ષીણ નથી થયું તેવો. એમ છે માટે જ સંસાર વેદનીય કર્મ ક્ષીણ થયું નથી એવો. આવો સાધુ એક જ વાર ચારે ગતિમાં જનાર પણ હોય માટે કહે છે – ચતુર્ગતિગમન અનુબંધ જેનું તુટ્યું નથી એવો. તેથી જ ચતુર્ગતિગમન વેદ્ય કર્મ જેનું તુટ્યું નથી તેવો. તેથી જ તેનું પ્રયોજન અસમાપ્ત છે, તેથી જ જેના કાર્યો પૂર્ણ થયા નથી.
આવા પ્રકારના મુનિએ પૂર્વે અનાદિ સંસારમાં અનેક વખત મનુષ્યત્વાદિ પ્રાપ્ત કરેલ, હમણાં પણ શુદ્ધ ચારિત્ર પ્રાપ્તિ તેને સંભવતી નથી. તે અનેકવાર તિર્યંચાદિ ગતિને શીઘ્ર પામે છે. પાઠાંતરથી મનુષ્યત્વાદિ ભાવ શીઘ્ર પામે છે. કષાયોદયથી ચારિત્રથી પતિત થઈને સંસાર-સાગરમાં ભમવું પડે છે. કહ્યું છે – ‘જેના ક્રોધાદિ કષાયો ઉપશાંત થયા છે, એવા પણ ફરીથી અનંત પ્રણિપાત પામે છે.’ તે સંસાર ચક્રગત મુનિના જીવને પ્રાણ આદિ છ નામો વડે જુદા જુદા સમયે કે એક સમયે બોલાવી શકાય તે સંબંધે પ્રશ્ન સૂત્રકારે મૂકેલ છે. - X - તે અન્વર્થ યુક્ત છે. - X - X - તે મુનિને ઉચ્છ્વાસ-નિઃશ્વાસવાળો કલ્પીએ ત્યારે ‘પ્રાણ’ કહેવાય. ઈત્યાદિ - X
આ પાંચે શબ્દો જુદે જુદે કાળે વાપરી શકાય અને જ્યારે એક જ કાળે તે મુનિમાં ઉચ્છ્વાસાદિ ધર્મો કલ્પીએ ત્યારે પ્રાણ આદિ પાંચે સાથે પણ વપરાય અથવા આ ઉપસંહાર વાક્ય જ છે, માટે તેની યુગપત્ વ્યાખ્યા ન કરવી. તે મુનિ જીવે છે - પ્રાણોને ધારણ કરે છે, તથા ઉપયોગરૂપ જીવપણાને અને આયુષ્યકર્મને અનુભવે છે માટે તે જીવ કહેવાય. તે મુનિ સારી-નરસી ચેષ્ટામાં આસક્ત છે કે સમર્થ છે માટે અથવા શુભાશુભ કર્મથી સંબદ્ધ છે માટે સત્વ કહેવાય.
હવે ઉક્ત વાતને વિપરીત દર્શાવતા કહે છે - પારગત - સંસાર સમુદ્રને પાર પામેલ, પરંપરગત - મિથ્યાદૃષ્ટિ આદિ ગુણઠાણાની કે મનુષ્યાદિની સુગતિની પરંપરાથી-સંસાર સમુદ્રને પાર પામેલ.
અહીં સંયતની સંસાર વૃદ્ધિ-હાનિ અને સિદ્ધત્વ કહ્યું. હવે તે તથા બીજા અર્થોના વ્યુત્પાદનાર્થે સ્કંદક ચરિત્ર કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit