Viyahapannatti 172
Viyāhapannatti: ṭīkānusārī vivecana 172
- Language
- Gujarati
172
તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહીનગર પાસે આવેલ ગુણશિલ ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામે નગરી હતી. [વર્ણન] તે કૃતંગલા નગરીની બહાર ઈશાન ખૂણામાં છત્રપલાશક નામે ચૈત્ય હતું [વર્ણન]. ત્યારે ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા યાવત્ સમોસરણ થયું. પર્ષદા નીકળી.
તે કૃતંગલા નગરી નજીક શ્રાવસ્તી નામે નગરી હતી. [વર્ણન] તે શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલીનો શિષ્ય સ્કંદક નામનો કાત્યાયન ગોત્રનો પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, શામવેદ, અથર્વણવેદ, પાંચમો ઈતિહાસ, છઠ્ઠો નિઘંટુ એ છએનો સાંગોપાંગ, રહસ્ય સહિત, સારક-વારક-ધારક-પારક અને છ અંગનો જ્ઞાતા હતો. ષષ્ઠીતંત્ર વિશારદ, સંખ્યા-શિક્ષાકલ્પ-વ્યાકરણ-છંદ-નિરુક્ત-જ્યોતિષ્ અને બ્રાહ્મણ તથા પરિવ્રાજક સંબંધી બીજા ઘણાં શાસ્ત્ર અને નયોમાં સુપરિનિષ્ઠિત હતો.
તે શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલ નામે નિર્ગ્રન્થ વસતો હતો. ત્યારે તે વૈશાલિક શ્રાવક પિંગલ સાધુ અન્ય કોઈ દિવસે જ્યાં કાત્યાયનગોત્રીય સ્કંદક હતો ત્યાં આવ્યો. આવીને સ્કંદકને આ પ્રમાણે પૂછ્યું – હે માગધ! શું લોક સાંત છે કે અનંત છે?, જીવ સાંત છે કે અનંત?, સિદ્ધિ સાંત છે કે અનંત?, સિદ્ધો સાંત છે કે અનંત? કયા મરણ વડે મરતો જીવ વધે કે ઘટે છે? આટલા પ્રશ્નોનો ઉત્તર કહે.
વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગ્રન્થે તે સ્કંદકને આમ પૂછ્યું ત્યારે તે સ્કંદક શંકિત, કાંક્ષિત, વિચિકિત્સક, ભેદપ્રાપ્ત, ક્લેશપ્રાપ્ત થયો. વૈશાલિક શ્રાવક પિંગલ સાધુને તે કંઈ ઉત્તર ન આપી શકતા મૌન થઈને બેઠો. ત્યારે પિંગલ સાધુએ સ્કંદકને બે-ત્રણ વાર આક્ષેપપૂર્વક પૂછ્યું – હે માગધ! લોક સાંત છે યાવત્ કયા મરણે મરવાથી જીવનો સંસાર વધે કે ઘટે? તે કહે. ત્યારે તે સ્કંદક, પિંગલ સાધુના બે-ત્રણવાર આમ પૂછવાથી શંકિત, કાંક્ષિત, વિચિકિત્સક, ભેદપ્રાપ્ત, ક્લેશપ્રાપ્ત થયો. પિંગલ સાધુને કંઈ ઉત્તર ન આપી શકવાથી મૌન થઈને રહ્યો.
તે વખતે શ્રાવસ્તી નગરીમાં શૃંગાટક યાવત્ મહા માર્ગોમાં મોટા જનસંમર્દ, જનવ્યૂહવાળી પર્ષદા નીકળી. ત્યારે તે સ્કંદકે ઘણાં લોકો પાસે આ પ્રમાણે સાંભળી, અવધારી, આવા પ્રકારે અભ્યર્થિક-ચિંતિત-પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે – શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીની બહાર છત્રપલાશક ચૈત્યમાં સંયમથી, તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હું ત્યાં જઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદુ-નમું, શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને, નમીને, સત્કાર-સન્માન આપીને, કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ તેઓની પર્યુપાસના કરીને આવા અર્થો-હેતુ-પ્રશ્નો-કારણોને પૂછું.
એ પ્રમાણે વિચારીને સ્કંદક જ્યાં પરિવ્રાજક મઠ છે, ત્યાં આવીને, ત્યાં ત્રિદંડ, કુંડિક, કાંચનિક, કરોટિક, ભિસિત, કેશરિકા, છન્નાલક, અંકુશક, પવિત્રક, ગણેત્રિક, છત્રક, ઉપાનહ, પાવડી, ધાતુરક્ત વસ્ત્રો લઈને નીકળે છે, નીકળીને પરિવ્રાજક વસતિથી નીકળે છે. નીકળીને ત્રિદંડ, કુંડિક, કાંચનિક, કરોટિક, ભિસિત, કેસરિકા યાવત્ - X - ધાતુ રક્ત વસ્ત્રો પહેરીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળી, જ્યાં કૃતંગલા નગરી છે, જ્યાં છત્રપલાશક ચૈત્ય છે, શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં જવા નીકળે છે.
હે ગૌતમ! એ પ્રમાણે આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમ સ્વામીને આમ કહ્યું – તું તારા પૂર્વ સંબંધીને જોઈશ. ભગવન્! કોને? - સ્કંદકને. ભગવન્! તેને ક્યારે, કેવી રીતે, કેટલા કાળે જોઈશ? ગૌતમ! એ રીતે - તે કાળે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી (વર્ણન) તે શ્રાવસ્તીમાં ગર્દભાલીના શિષ્ય સ્કંદક નામે કાત્યાયનગોત્રીય પરિવ્રાજક વસતો હતો. તે બધું પૂર્વવત્ જાણવું - યાવત્ - તે મારી પાસે આવવાને નીકળ્યો છે. તે બહુ નજીક છે, ઘણો માર્ગ ઓળંગી ગયા છે, માર્ગ મધ્યે છે. ગૌતમ! તું તેને આજે જ જોઈશ.
ભગવન્! એમ કહી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – ભગવન્! શું તે કાત્યાયન ગોત્રીય સ્કંદક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ, ઘરને છોડીને અનગાર પ્રવ્રજ્યા લેવા સમર્થ છે? – હા, સમર્થ છે. જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ગૌતમસ્વામીને આ વાત કરતા હતા. તેટલામાં કાત્યાયન ગોત્રીય સ્કંદક તે સ્થાને શીઘ્ર આવી પહોંચ્યા.
ત્યારે ગૌતમસ્વામી સ્કંદકને નજીક આવેલ જાણીને જલ્દી ઊભા થયા, જલ્દી તેની સામે ગયા. જ્યાં સ્કંદક હતો, ત્યાં આવ્યા. આવીને કાત્યાયન ગોત્રીય સ્કંદકને આ પ્રમાણે કહ્યું – હે સ્કંદક! તમારું સ્વાગત છે, સુસ્વાગત છે. સ્કંદક! તમારું આગમન અનુરૂપ છે, સ્કંદક! તમારું સ્વાગત-અન્વાગત છે. હે સ્કંદક! તમને શ્રાવસ્તીનગરીમાં વૈશાલિય શ્રાવક પિંગલ સાધુએ આ રીતે પૂછ્યું હતું કે – હે માગધ! લોક સાંત છે કે અનંત? એ બધું પૂર્વવત્ યાવત્ તમે તેથી શીઘ્ર અહીં આવ્યા છો. હે સ્કંદક! શું આ વાત બરાબર છે? હા, છે.
ત્યારે સ્કંદકે ગૌતમસ્વામીને આમ કહ્યું – હે ગૌતમ! એવા તથારૂપ જ્ઞાની કે તપસ્વી કોણ છે? જેણે મારી આ રહસ્યકૃત્ વાત તમને તુરંત કહી? જેથી તમે જાણો છો. ત્યારે ગૌતમ સ્વામીએ સ્કંદકને કહ્યું – હે સ્કંદક! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન, કેવલી, ભૂત-વર્તમાન-ભાવિના જ્ઞાતા, સર્વજ્ઞ, સર્વદર્શી, શ્રમણ ભગવંત મહાવીર છે, જેણે મને તમારી આ ગુપ્ત વાત શીઘ્ર કહી. તેથી હે સ્કંદક! હું તે જાણું છું. ત્યારે તે કાત્યાયનગોત્રીય સ્કંદકે ગૌતમસ્વામીને આમ કહ્યું –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit