Viyahapannatti 173
Viyāhapannatti: ṭīkānusārī vivecana 173
- Language
- Gujarati
173
ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર સાથે યાવત્ શબ્દથી અરહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશમાં રહેલ છત્રયુક્ત ઈત્યાદિ સમવસરણ સુધીનું વર્ણન કહેવું. ગર્દભાલિ નામે પરિવ્રાજકનો. - X - ઈતિહાસ એટલે પુરાણ તે પાંચમો જેમાં છે તે તથા ‘ચાર વેદ’ આ વિશેષ્યપદ છે. નિઘંટુ નામકોશ. શિક્ષાદિ છ અંગો. તેનો અર્થનો વિસ્તાર જેમાં છે, તે ઉપાંગ. રહસ્ય સહિત ભણાવે છે માટે પ્રવર્તક છે અથવા સૂત્રાદિને કોઈ વિસરી ગયા હોય તેને સ્મરણ કરાવે છે, માટે સ્મારક છે. અશુદ્ધપાઠને નિવારે માટે વારક છે. ધારક - ભણેલાં વેદાદિ શાસ્ત્રોને ન ભૂલનાર, પારગામી, પૂર્વે જણાવેલા છ અંગોને જાણનાર. અહીં ‘સાંગોપાંગ’ શબ્દ ‘વેદોના પરિકરને જાણનાર’ અર્થમાં છે અથવા છ અંગોને વિચારનાર છે. કપિલના શાસ્ત્રના પંડિત, ગણિત શાસ્ત્રે પ્રવીણ, સુપરિનિષ્ઠિત એમ સંબંધ જોડવો. - વેદના છ અંગોને જાણે છે તે કહે છે –
શિક્ષા - અક્ષર સ્વરૂપ નિરૂપક શાસ્ત્ર, કલ્પ - તથાવિધ આચારને જણાવનાર, વાગરણ - શબ્દશાસ્ત્ર, છંદ - પદ્યલક્ષણશાસ્ત્ર, નિરુક્ત - શબ્દ વ્યુત્પત્તિ શાસ્ત્ર, જ્યોતિષ્, બ્રાહ્મણ અને પરિવ્રાજક સંબંધી દર્શન. નિગ્રન્થ - શ્રમણ. વિશાલા - ભગવંત મહાવીરના માતા, તેના પુત્ર તે વૈશાલિક. તેમના વચનને સાંભળનાર એટલે શ્રાવક-તેમના વચનામૃતના પાનમાં લીન. - X - મગધ દેશમાં જન્મેલને માગધ. સંસારની વૃદ્ધિ કે હાનિ. - X - આટલા પ્રશ્નોનો ઉત્તર આપ.
આ પ્રશ્નનો ઉત્તર આ છે કે આ? એ શંકાને પામેલ. તેનો આ ઉત્તર સારો નથી, આ પણ ઠીક નથી. તો હું ઉત્તર કેમ આપીશ? એમ ઉત્તર મેળવવાની આતુરતાવાળો. આ ઉત્તર આપવાથી પૂછનારને વિશ્વાસ થશે કે નહીં? એવી વિચિકિત્સાવાળો. ‘હવે શું કરવું’ એમ મુંઝાયેલો. હું આ સંબંધે કંઈ જાણતો નથી એ રીતે ખિન્ન થયેલો. તે કંઈ જવાબ ન દઈ શક્યો. પ્રમોક્ષ - ઉત્તર, પ્રશ્નથી છૂટા થવું તે.
મહયા જણસંમદ્દ - માણસોની ઘણી ભીડ, લોકોનું ટોળું. ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે – એ રીતે હે દેવાનુપ્રિયો! શ્રમણ ભગવંત મહાવીર, આદિકર યાવત્ મુક્ત થવાના છે, તે પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ ફરતાં કૃતંગલા નગરીના છત્ર પલાશક ચૈત્યે યથા પ્રતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે. હે દેવાનુપ્રિય! તથારૂપ અરહંત ભગવંતનું નામ-ગોત્ર પણ સાંભળતા મહાફળ છે, તો સામે જવાથી, વંદન-નમસ્કાર કરવાથી, કુશલ પૂછવાથી, સેવા કરવાથી આર્યપુરૂષના એક ધાર્મિક વચન શ્રવણથી અને વિપુલ અર્થ ગ્રહણથી કેમ કલ્યાણ ન થાય? માટે આપણે જઈએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર-સત્કાર-સન્માનાદિ કરી કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યરૂપ તેમની સેવા કરીએ. એમ કરવાથી આપણને બીજા ભવે પણ હિત-સુખ-ક્ષેમ-નિઃશ્રેયસ-પરંપરાએ મુક્તિરૂપ થશે. એમ વિચારી ઘણાં ઉગ્ર, ઉગ્રપુત્રો તથા ભોગો, રાજન્યો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, ભટો, યોદ્ધા, મલ્લકી, લેચ્છવી, બીજા પણ ઘણાં રાજા, યુવરાજ, તલવર, માડંબિક, કોટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ યાવત્ ઉત્કૃષ્ટ સીંહનાદ, બોલ, કલકલરૂપ શબ્દોથી સમુદ્ર ગાજતો હોય તેમ નગરને ગજાવતા શ્રાવસ્તીથી નીકળ્યા.
શ્રાવસ્તી નગરીમાં જ્યાં મોટો જનસમૂહ પરસ્પર આમ કહે છે. તેમાં જનસંમર્દ - લોકોની ભીડ કે અવાજ. જનવ્યૂહ - ચક્રાદિ આકારે રહેલ જનસમુદાય. બોલ - અવ્યક્ત ધ્વનિ, કલકલ - છૂટક વચન વિભાગ, ઉર્મિ - તરંગાકાર. ઉત્કલિકા - લોકોનું નાનું ટોળું, જનસંનિપાત - જુદે જુદે સ્થાને લોકોનો મેળો.
ઉચિત, સંગતરૂપ. નામ - ખાસ નામ, ગોત્ર - ગુણનિષ્પન્ન નામ, સાંભળવાથી. - X - અંગ - આમંત્રણ, સામે જવું. વન્દન - સ્તુતિ, નમસ્યન - નમવું, પ્રતિપ્રચ્છન - શરીરાદિ વાર્તા પૃચ્છા, પર્યુપાસન - સેવા. આર્ય - આર્ય પુરૂષે કહેલ, ધાર્મિક - ધર્મપ્રતિબદ્ધ, સત્કાર - આદર કરવો કે વસ્ત્રાદિ પૂજા, સન્માન - ઉચિત પ્રતિપત્તિ. કેવાનું?-
કલ્યાણ - કલ્યાણનો હેતુ, મંગલ - પાપની શાંતિમાં હેતુ, દૈવત - દેવ, ચૈત્ય - ઈષ્ટ દેવ પ્રતિમા ચૈત્યરૂપ જ છે. તેમની સેવા કરીએ. - X - હિત - પથ્ય અન્નરૂપ, સુખ - શર્મણ. ક્ષેમ - સંગત, નિઃશ્રેયસ - મોક્ષ, આનુગામિક - પરંપરાએ શુભાનુબંધને માટે થશે.
ઉગ્ર - આદિદેવ સ્થાપિત આરક્ષક વંશમાં જન્મેલ, ભોગ - આદિદેવ સ્થાપિત ગુરુવંશમાં જન્મેલ, રાજન્ય - ભગવંતના મિત્ર વંશમાં થયેલ, ક્ષત્રિય - રાજકુળમાં થયેલ, ભટ - શૌર્યવાળા, યોધ - વિશિષ્ટ શૂરવીરો, મલ્લકી, લેચ્છકી રાજા વિશેષ. ઈશ્વર - યુવરાજ, તલવર - રાજાએ સંતુષ્ટ થઈને પટ્ટબંધ વિભૂષિત કરેલા, માડંબિક - સંનિવેશ નાયકો, કૌટુંબિક - કેટલાંક કુટુંબના સ્વામી, રાજસેવક. ઉત્કૃષ્ટિ - આનંદમહાધ્વનિ, બોલ - આનંદનો મોટો અવાજ ઈત્યાદિ - X - X -
ત્યારપછી હવે કહેવાશે માટે પ્રત્યક્ષ, એવાજ પ્રકારનો, આત્મવિષયક, સ્મરણરૂપ, અભિલાષાત્મક, મનમાં થયેલો પણ વચનથી અપ્રકાશિત વિકલ્પ ઉત્પન્ન થયો. સેય - કલ્યાણ. એવો કહેલાં સ્વરૂપવાળો અથવા કહેવાનાર સ્વરૂપવાળા અર્થો - શું લોક સાંત છે? ઈત્યાદિ અને બીજા અર્થોને, જે હેતુથી જણાય તે હેતુને, સ્પષ્ટ કરવા યોગ્ય તે અને બીજા અર્થોને પૂછવાને - X - વિચારે છે. પરિવ્રાજક મઠ, કુંડિકા - કમંડલ, કાંચનિકા - રૂદ્રાક્ષની માળા, કરોટિકા - માટીનું વાસણ, ભૃશિકા - એક આસન, કેશરિકા - પ્રમાર્જના માટેનું વસ્ત્ર, ષડ્નાલક - ત્રિગડી, અંકુશક - પાંદડાદિ લેવા માટેનું સાધન, પવિત્રક - વીંટી, ગણેત્રિક - કલાઈનું એક આભરણ. ધાતુરક્ત - પહેરવાનું વસ્ત્ર. - X - પહારેત્થ - જવાનો સંકલ્પ કર્યો.
- X - કાહે - ક્યારે, કયા સમયે. કિહ - કયા પ્રકારે - જોવાથી કે સાંભળવાથી, કેવચ્ચિરેણ - કેટલા વખત પછી, શ્રાવસ્તી નામે નગરી હતી. અહીં અવસર્પિણી કાળને લીધે પહેલાં હતી તેવી હાલ તે નગરી નથી. તેમ જણાવવા હતી કહ્યું. અદુરેઆગત - અવધિ સ્થાન અપેક્ષાએ નજીક આવેલો. બહુસંપત્ત - અતિ પાસે આવી ગયેલ. - X - માર્ગમાં રહેલો, વિવક્ષિત સ્થાનના માર્ગમાં વર્તતો. આ સૂત્ર વડે ‘હું ક્યારે જોઈશ?’ એ પ્રશ્નનો ઉત્તર મળે છે. ક્યારે જોઈશ? નો ઉત્તર ‘આજે જોઈશ’ કહીને આપ્યો. જો ભગવંતે મહ્યાહ્ન સમયે આ વાત કહી હોય તો મધ્યાહ્ન ઉપર મુહૂર્ત્ત કે થોડી વધુ વેળા જતાં તેને જોયો તેમ કહેવાય. - X - પણ તેથી વધુ કાળ સંભવતો નથી.
અગારાઓ - ઘરથી નીકળીને, અનગારિતા - સાધુતા, લેવા માટે કે પ્રવ્રજ્યા સ્વીકારવાને. અબ્ભુટ્ઠેતિ - આસનને તજે છે. અહીં ગૌતમસ્વામી જે અસંયત માટે ઊભા થયા, તે સ્કંદકના ભાવિ સંયતત્વ તથા ગૌતમસ્વામીનો રાગ ક્ષીણ ન થયો હોવાથી આ પક્ષપાત કહ્યો છે. તથા ભગવંતે કહેલ વાત સ્કંદકને કહેવાથી ભગવંતનો જ્ઞાનાતિશય પ્રગટ કરવો અને એ રીતે સ્કંદકને ભગવંત પ્રતિ બહુમાન થાય.
હે સ્કંદક! એ સંબોધન છે. તારું આગમન સારું છે, કેમ કે કલ્યાણના સાગર ભગવંત મહાવીરના સંસર્ગથી તને કલ્યાણ થશે, વધારે સ્વાગત છે, આવવું ઉચિત છે ઈત્યાદિ એકાર્થક શબ્દોચ્ચારણ કરવામાં કંઈ ખોટું નથી. સંભ્રમનિમિત્તથી આમ બોલાયું હોય. - X - X - ‘ણાણી’ ત્યાદિ - જ્ઞાની, જ્ઞાનના સામર્થ્યથી જાણે છે, તપસ્વી તપના સામર્થ્યથી, દેવતા સાન્નિધ્યથી જાણે છે. તેથી પૂર્વવત્ પ્રશ્ન કર્યો છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit