Pramāṇa · Search · About · API

Viyahapannatti 175

Viyāhapannatti: ṭīkānusārī vivecana 175

Language
Gujarati

175

ધર્માચાર્ય છે - કેમ? ધર્મોપદેશક છે. જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે, ત્યારથી સંશુદ્ધ છે. વંદનાદિ યોગ્ય હોવાથી અર્હત્‌ છે, રાગાદિ જિતવાથી જિન છે. કોઈની સહાય વિના જ્ઞાનવાન્‌ હોવાથી કેવલી છે. તેથી જ ભૂત-વર્તમાન-ભાવિને જાણનાર છે. તે દેશજ્ઞને પણ હોય, તેથી કહ્યું – સર્વજ્ઞ, સર્વદર્શી છે. પ્રતિદિન આહાર લેનાર છે. પ્રધાન, અલંકારાદિ જે શોભા તે શૃંગાર. – તેના જેવી અતિ શોભાવાળા છે. શ્રેય, ઉપદ્રવ રહિત કે અનુપદ્રવના હેતુ છે, ધર્મરૂપ ધનને પામેલ અથવા ધર્મરૂપ ધનમાં સાધુ કે તેને યોગ્ય છે, હિતાર્થ પ્રાપ્તિમાં સાધનરૂપ છે, મુગટ આદિ કે વસ્ત્રાદિથી અલંકૃત નથી. માન ઉન્માનરૂપ લક્ષણ - X - X - પ્રમાણોપેત અર્થાત્‌ સ્વઅંગુલથી માપતા ૧૦૮ આંગળ ઊંચા છે. - X - મષ તિલાકાદિ કે સહજલક્ષણ અને પાછળથી થયેલ વ્યંજનયુક્ત છે. સૌભાગ્યાદિ કે લક્ષણ-વ્યંજન ગુણયુક્ત છે. - X - શોભાવાળા છે.
અત્યંત તુષ્ટ અથવા વિસ્મિત સંતોષવત્‌ ચિત્તવાળો, આનંદિત - થોડી મુખની સૌમ્યતાદિ ભાવોથી સમૃદ્ધિને પામેલો, તેથી તે જ ભાવો વડે વધુ સમૃદ્ધ થયેલ, પ્રીતિયુક્ત મનવાળો, પરમ સુમનસ્કતાવાળો, હર્ષ વડે વિકસિત હૃદયવાળો અથવા આ બધાં શબ્દો એકાર્થક છે. અત્યંત હર્ષને સૂચવનારા છે.
લોક પાંચ અસ્તિકાયરૂપ એક દ્રવ્ય હોવાથી અંતવાળો છે. લંબાઈ-પહોળાઈ-ઘેરાવાવાળો છે. ‘થયું’ આદિ ક્રિયાપદોથી પૂર્વોક્ત પદોનું જ તાત્પર્ય કહ્યું છે. અચલ હોવાથી ધ્રુવ છે. ધ્રુવ પદાર્થ અનિયતરૂપ પણ હોય, તેથી કહ્યું કે નિયત છે. નિયત દ્રવ્ય કદાચિત્ક પણ હોય, તેથી કહ્યું – સર્વક્ષણે વિદ્યમાન હોવાથી શાશ્વત છે, તે નિયતકાળ અપેક્ષાએ પણ હોય, તેથી કહ્યું કે અવિનાશીત્વથી અક્ષય છે, આ બહુતર પ્રદેશાપેક્ષાથી હોય તેથી કહ્યું – અવ્યયપ્રદેશી હોવાથી અવ્યય છે. તે દ્રવ્યથી પણ અવ્યય હોય માટે કહ્યું અવસ્થિત છે કેમ કે તેના પર્યાયો અનંત છે. તાત્પર્ય કે તે નિત્ય છે.
એક ગુણ કાળો આદિ વર્ણ વિશેષ અને બીજા પણ સ્થૂળ સ્કંધોના ગુરુ-લઘુ પર્યાયો તથા અણુઓના, સૂક્ષ્મ સ્કંધોના અને અમૂર્ત વસ્તુઓના અગુરુલઘુ પર્યાયો. જ્ઞાનવિશેષ કે બુદ્ધિકૃત નિર્વિભાગ વિભાગો, ઔદારિકાદિ શરીરને આશ્રીને અનંત ગુરુલઘુ પર્યાયો, કાર્મણાદિ શરીર તથા જીવને આશ્રીને અગુરુલઘુ પર્યાયો.
આ સૂત્રથી સિદ્ધિ સંબંધી પ્રશ્ન અને તેના ઉત્તર સૂત્રના અંશનું સૂચન કર્યું છે. તે બંને આ રીતે - સિદ્ધિ - X - ચાર ભેદે - X - જો કે સિદ્ધિ સર્વકર્મના ક્ષયરૂપ છે અથવા સિદ્ધના આધાર એવા આકાશ દેશરૂપ છે. તો પણ અહીં સિદ્ધિ શબ્દથી ઈષત્‌ પ્રાગ્ભારા પૃથ્વી લીધેલી છે. કેમ કે તે સિદ્ધના આધારભૂત આકાશ પાસે આવી છે. તે સિદ્ધિનો ઘેરાવો ૧,૪૨,૩૦,૨૪૯ યોજન અને કંઈક ન્યૂન બે ગાઉ છે.
(૧) વલયમરણ - અતિ ભૂખથી વલવલતા જીવનું અથવા સંયમથી ભ્રષ્ટ થતાં જીવનું મરણ, (૨) વશાર્ત્તમરણ - દીપકલિકાના રૂપથી અંજાયેલ આંખવાળા પતંગિયા પેઠે ઈન્દ્રિયવશથી દુઃખી થયેલ જીવનું મરણ. (૩) અંતઃશલ્યમરણ - દ્રવ્યથી અનુદ્ધૃત અસ્ત્રાદિ અને ભાવથી અતિચારવાળા જીવનું મરણ. (૪) તદ્ભવમરણ - તે ભવને માટે અર્થાત્‌ મનુષ્યાદિ થઈને મનુષ્યાદિનું જ આયુ બાંધી મરવું તે.
(૫) શસ્ત્રાવપાટનમરણ - છરી આદિ વડે શરીરને વિદારવાથી થતું મરણ. (૬) વૈહાયસ - આકાશમાં થયેલ, ઝાડની ડાળી સાથે ફાંસો બાંધી નીપજાવાતું મરણ. (૭) ગૃદ્ધ પૃષ્ઠ - માંસ લુબ્ધ શીયાળાદિ વડે વિદારિત કે હાથી-ઉંટ-ગધેડા આદિના ભવમાં ગીધાદિ વડે ભક્ષિત થવાથી થતું મરણ. બાર પ્રકારના અને એવા બીજા કોઈ પ્રકારના બાળમરણથી મરતા જીવનો સંસાર વધે છે. - X -
પાદપોપગમન-વૃક્ષ માફક હાલ્યા-ચાલ્યા વિના સ્થિર રહેવું તે. આ મરણ ચારે પ્રકારના આહારના ત્યાગથી જ થઈ શકે છે. નિર્હારિમ-સાધુ ઉપાશ્રયમાં મરણ પામે, તેનો દેહ બહાર કાઢીને સંસ્કારાય તે. અનિર્હારિમ-અટવીમાં મરણ થાય તે. ક્યાંક અહીં ‘ઈંગિતમરણ’ કહ્યું છે. તે ભક્ત પ્રત્યાખ્યાનનો ભેદ છે, માટે નથી કહેતા.

Linked texts (1)