Viyahapannatti 177
Viyāhapannatti: ṭīkānusārī vivecana 177
- Language
- Gujarati
177
વિવેચન :–૧૧૩
અહીં ધર્મકથા કહેવી. તે આ પ્રમાણે – જીવો કઈ રીતે બંધાય છે, મૂકાય છે, ક્લેશ પામે છે, કેટલાંક અપ્રતિબદ્ધ દુઃખોનો અંત કરે છે. આર્ત્તધ્યાનયુક્ત જીવો સંસાર સાગરમાં કેવી રીતે ભટકે છે, વૈરાગ્યવંત કર્મોને તોડી નાંખે છે, ઇત્યાદિ - X - X -
નિર્ગ્રન્થ પ્રવચન છે એમ શ્રદ્ધા કરવી. નિર્ગ્રન્થ પ્રવચનમાં પ્રીતિ-વિશ્વાસ કરું છું કે આ સત્ય છે. તેની રુચિ કરું છું, સ્વીકારું છું હવે શ્રદ્ધાન્ આદિ સંબંધે ઉલ્લેખ દર્શાવે છે - આ નિર્ગ્રન્થ પ્રવચન સામાન્યથી એ પ્રકારે છે, જેમ તમો કહો છો, વિશેષથી પણ તેમજ છે. એ સત્ય છે, સંદેહરહિત છે, ઈષ્ટ છે, મેળવવા યોગ્ય છે, ઈષ્ટ અને મેળવવા યોગ્ય છે. એમ કરીને અથવા આ બધાં પદો યથા યોગ્ય એકાર્થક અને આદર જણાવવા માટે છે.
જીવલોક-ચારે બાજુથી સળગેલો છે. વધારે સળગેલો છે. એક કાળે આદીપ્ત-પ્રદીપ્ત છે. જરા-મરણરૂપ અગ્નિ વડે સળગેલો છે... ધુંધવાતુ કે બળતું હોય ત્યારે ઓછાં ભારવાળું, આત્મા એકાંતમાં લઈ જાય છે. પહેલા કે પછી - હંમેશા, સ્થિરતાવાળો હોવાથી સ્થૈર્યરૂપ, વિશ્વાસના પ્રયોજનવાળો, તેણે કરેલ કાર્યો સંમત હોવાથી સંમત, બહુ પ્રકારે - બહુલોકો દ્વારા કે ઘણો માનેલ હોવાથી બહુમત, બગાડ કર્યા પછી પણ જેને માનવામાં આવે તે અનુમત, ઘરેણાંના ડબલા જેવો [ધર્મ છે૦]
મા ણં સીઅં - અહીં મા શબ્દ નિષેધાર્થમાં છે. અહીં યથાયોગ્ય સ્પૃશન્તુ ક્રિયાપદનો સંબંધ જોડવો. અથવા ‘એ આત્માને ન સ્પર્શે એમ વ્યાખ્યા કરવી. વાલ - જંગલી જાનવરો, સર્પો, રોગ - લાંબો કાળ ચાલતી વ્યાધિ. આતંક - જલ્દી ઘાત કરે તે. સ્પૃશ - સ્પર્શે, થાય. એમ વિચારીને. ‘જેનું પાલન કર્યુ છે’ એ અધ્યાહાર છે. તે શું? તે કહે છે – તેથી હું ઈચ્છું છું કે ભગવંત પોતે જ મને રજોહરણાદિ રૂપ વેશ આપીને દીક્ષિત કરે. માથાનો લોચ કરવા વડે મુંડિત કરે. પડિલેહણ આદિ સર્વ ક્રિયા શીખવે. સૂત્ર-અર્થ ભણાવી શિક્ષિત કરે. શ્રુતજ્ઞાનાદિ સંબંધી અનુષ્ઠાન-કાળ, અધ્યયનાદિ આચાર, ભિક્ષાટન તે ગોચર. તે ભગવંત જ મને કહે તેમ ઈચ્છું છું. વિનય, વૈનયિક-વિનયનું કર્મક્ષયાદિ ફળ, વ્રત આદિ ચરણ, પિંડવિશુદ્ધિ આદિ કરણ, સંયમયાત્રા, તે માટે જ આહારયાત્રા. આવો વિનયાદિવૃત્તિક ધર્મ ભગવંત પોતે કહે.
હે દેવાનુપ્રિય! યુગ માત્ર ભૂમિમાં દૃષ્ટિ રાખી ચાલવું, જે સ્થાને ઘણાં લોકો નીકળતા-પેસતા ન હોય, તે સ્થાને સંયમને, આત્માને, પ્રવચનને બાધા ન થાય તેમ ઉભવું, સંડાસા અને ભૂમિ પ્રમાર્જીને બેસવું, સામાયિકાદિ ઉચ્ચારણપૂર્વક સૂવું, ધૂમ-અંગારાદિ દોષ ટાળીને ખાવું, મધુરાદિ ગુણયુક્ત બોલવું. પ્રમાદ અને નિદ્રા ત્યાગી જાગવું, પ્રાણ આદિના વિષયમાં રક્ષા કરવા પ્રયત્ન કરવો.
ભગવંતની પૂર્વોક્ત આજ્ઞા વડે ચાલવામાં સમિત. સારી પ્રવૃત્તિ રાખવી એ જ સમિતિપણું છે. ઉપકરણો લેવા-મૂકવામાં સમિત, ઉચ્ચાર૦ ઈત્યાદિ ખેલ - કંઠ, મુખનો શ્લેષ્મ, સિંધાનક - નાકનો મેલ, મનની સંગત પ્રવૃત્તિને મન સમિત, મનને વશ કરનાર તે મનોગુપ્ત, મનોગુપ્તત્વાદિનો ઉપસંહાર તે ગુપ્ત. એ જ વાતને વિશેષતાથી કહે છે – ગુપ્તઈન્દ્રિય, બ્રહ્મચર્યની ગુપ્તિપૂર્વક બ્રહ્મચર્ય પાળનાર, અસંગ, સંયમવાળો કે સરળ વ્યવહારી, ધર્મરૂપ ધનવાળો, અસમર્થતાથી નહીં પણ ક્ષમાપૂર્વક સહન કરનાર, ઈન્દ્રિય વિકાર અભાવે જિનેન્દ્રિય, પૂર્વે ગુપ્તેન્દ્રિય કહ્યું તે ઈન્દ્રિય વિકારનું ગોપનમાત્ર છે, સોહિત - એટલે શોભાવાળો અથવા અતિચાર રહિતત્વ તે શોધિત, સર્વ પ્રાણીમાં મૈત્રીવાળો, નિદાન-પ્રાર્થનારહિત, ત્વરા રહિત, સંયમ સિવાય બીજે મનોવૃત્તિ ન રાખનાર, સુંદર શ્રમણપણામાં લીન, ક્રોધાદિનું દમન કરનાર અથવા રાગ-દ્વેષનો અંત કરનાર. આ જ પ્રત્યક્ષ આગળ કરીને અર્થાત્ જેમ માર્ગ ન જાણનાર માર્ગજ્ઞને આગળ કરીને ચાલે તેમ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit