Viyahapannatti 178
Viyāhapannatti: ṭīkānusārī vivecana 178
- Language
- Gujarati
178
‘ભગવતી’ સૂત્ર-૧૧૪ :– [૨/૧/૧૧૪]
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીના છત્રપલાશક ચૈત્યથી નીકળીને બહારના જનપદમાં વિચરે છે.
ત્યારે તે સ્કંદક અણગાર, ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧-અંગોને ભણે છે. પછી જ્યાં ભગવંત મહાવીર છે, ત્યાં આવીને ભગવંતને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું – હે ભગવન્! આપની અનુજ્ઞા હોય તો હું માસિકી ભિક્ષુપ્રતિમાને સ્વીકારીને વિચરવા ઈચ્છું છું.- હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે સ્કંદક અણગાર ભગવંત મહાવીરની અનુજ્ઞા પ્રાપ્ત થતાં હર્ષિત થઈ યાવત્ નમીને માસિકી ભિક્ષુપ્રતિમા સ્વીકારી વિચરે છે. ત્યારે તે સ્કંદક અણગાર માસિકી ભિક્ષુપ્રતિમાને યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, યથાતથ્ય, સમ્યક્ પ્રકારે કાયા સ્પર્શે છે, પાળે છે, શોભાવે છે, સમાપ્ત કરે છે, પૂર્ણ કરે છે, કીર્તન કરે છે, અનુપાલન કરે છે, આજ્ઞા વડે આરાધી, કાયા વડે સ્પર્શીને યાવત્ આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે.
– ભગવંત પાસે આવીને યાવત્ નમીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! આપની અનુજ્ઞા પામીને હું દ્વિમાસિકી ભિક્ષુપ્રતિમાને સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. - - જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. શેષ પૂર્વવત્.- એ પ્રમાણે ત્રિમાસિકી, ચઉ-પંચ-છ-સપ્ત માસિકી, પહેલી સાત રાત્રિદિવસની, બીજી-ત્રીજી સાત રાત્રિ દિવસની અહોરાત્રિદિનની, એકરાત્રિકી ભિક્ષુપ્રતિમા આરાધી, પછી સ્કંદક મુનિ એક રાત્રિદિનની ભિક્ષુ-પ્રતિમાને યથાસૂત્ર યાવત્ આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવી, યાવત્ નમીને આ પ્રમાણે કહ્યું
ભગવન્! આપની અનુજ્ઞા પામીને હું ગુણરત્ન સંવત્સર તપોકર્મ સ્વીકારીને વિચરવા ઈચ્છું છું - - સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે સ્કંદક અણગાર ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને યાવત્ નમીને ગુણરત્ન સંવત્સર તપોકર્મ સ્વીકારીને વિચરે છે. તેમાં પહેલા માસમાં નિરંતર ચોથભક્ત કરે, દિવસે ઉત્કટુક આસને સૂર્યાભિમુખ થઈ આતાપનાભૂમિમાં આતાપના લેતા અને રાત્રે ઉઘાડા શરીરે વીરાસને બેસે. એ રીતે બીજા માસે નિરંતર છઠ્ઠ તપ કરીને, ત્રીજે માસે અઠ્ઠમના નિરંતર તપથી, ચોથે માસે ચાર-ચાર ઉપવાસ વડે, પાંચમાં માસે પાંચ-પાંચ ઉપવાસથી, છઠ્ઠે-છ છ, સાતમે સાત-સાત, આઠમે આઠ-આઠ - X - યાવત્ - X - સોળમે માસે નિરંતર સોળ-સોળ ઉપવાસ કરતાં, ઉત્કટુક આસને બેસી, સૂર્યાભિમુખ રહી આતાપના ભૂમિમાં આતાપના લેતા, રાત્રે અપ્રાવૃત્ત થઈ વીરાસને બેસી, તે સ્કંદક અણગારે ગુણરત્નસંવત્સર તપોકર્મની યથાસૂત્ર, યથાકલ્પ યાવત્ આરાધના કરી, જ્યાં ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. આવી વાંદી-નમીને ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ ઉપવાસ વડે, માસક્ષમણ, અર્ધમાસક્ષમણરૂપ વિચિત્ર તપથી આત્માને ભાવતા વિચરે છે.
ત્યારપછી તે સ્કંદક અણગાર તે ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહીત, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલ, શોભાયુક્ત, ઉદગ્ર, ઉદાત્ત, ઉત્તમ, ઉદાર, મહાનુભાગ તપોકર્મથી શુષ્ક, રૂક્ષ, નિર્માંસ, અસ્થિચર્માવૃત્ત, ચાલતા હાડકાં ખખડે તેવા, કૃશ, શરીરની નાડી દેખાતી હોય તેવા થયા. પોતાના આત્મબળ માત્રથી - ચાલે છે, ઊભે છે, બોલ્યા પછી-બોલતાં અને બોલવાનું થશે તેમ વિચારતા પણ ગ્લાનિ પામે છે.
જેમ કોઈ લાકડા કે પાંદડા કે તલ, સામાન કે એરંડના લાકડા કે કોલસાની ભરેલ ગાડી હોય, તે બધી ધૂપમાં સારી રીતે સૂકવી ઢસડતા અવાજ કરતી - જાય છે, ઊભી રહે છે, તેમ સ્કંદક અણગાર ચાલે કે ઊભે ત્યારે અવાજ થાય છે. તેઓ તપથી પુષ્ટ છે, પણ માંસ અને લોહીથી ક્ષીણ છે. રાખના ઢેરમાં દબાયેલ અગ્નિ માફક, તપ અને તેજથી તથા તપ-તેજરૂપ લક્ષ્મીથી અતિ શોભી રહ્યા છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit