Viyahapannatti 179
Viyāhapannatti: ṭīkānusārī vivecana 179
- Language
- Gujarati
179
વિવેચન :–૧૧૪
૧૧-અંગોને ભણે છે, એમ કહ્યું. [શંકા] સ્કંદકે દીક્ષા લીધા પૂર્વે જ ૧૧-અંગો રચાયેલા હોય. તો આ પાંચમાં અંગમાં સ્કંદક ચરિત્ર જોવા મળે છે, તે કઈ રીતે સંભવે? - - ભગવંત મહાવીરના તીર્થમાં નવ વાચના થઈ, તે બધી વાચનામાં સ્કંદક ચરિત્રની પહેલા થયેલ સ્કંદક ચરિત્રના જેવી અનેક વાતો આવે છે. તે બધી કોઈના ચરિત્ર દ્વારા જણાવાય છે. સ્કંદક ચરિત્રની ઉત્પત્તિ પછી સુધર્માસ્વામી જંબૂ નામક સ્વશિષ્યને આશ્રીને સ્કંદકના ચરિત્રનો આધાર લઈ કહે છે, તેથી તેમાં વિરોધ નથી અથવા ગણધરો અતિશય જ્ઞાનયુક્ત હોય છે, માટે ભાવિ ચરિત્રની વાત કહે તો તેમાં કોઈ દોષ નથી. - X -
માસિકી-એક મહિના સુધી, સાધુને ઉચિત અભિગ્રહ વિશેષ. તેનું સ્વરૂપ આ છે – ગચ્છથી નીકળીને માસિકી મહાપ્રતિમા સ્વીકારે છે. એક માસ સુધી તેમાં ભોજન-પાણીની એક દત્તિ લે છે [શંકા] સ્કંદક ૧૧-અંગ ભણ્યા તેમ કહ્યું, પ્રતિમા તો વિશિષ્ટ શ્રુતવાન્ જ કરે છે. કહ્યું છે – ગચ્છમાં રહીને પ્રતિમા કરનારને કંઈક ન્યૂન દશ પૂર્વ અથવા જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન હોવું જોઈએ. તો અહીં વિરોધ કેમ નથી? - આ શ્રુત-નિયમ બીજા પુરૂષો માટે છે, સ્કંદકે સર્વજ્ઞ ભગવંતના ઉપદેશથી આરાધેલ હોવાથી કોઈ દોષ નથી.
સામાન્ય સૂત્રમાં કહ્યા મુજબ, પ્રતિમાના કલ્પમાં કહ્યા મુજબ, જ્ઞાનાદિ મોક્ષમાર્ગને અતિક્રમ્યા વિના અથવા ક્ષાયોપશમિક ભાવ મુજબ, તત્ત્વ પ્રમાણે અર્થાત્ શબ્દના અર્થ મુજબ, સમભાવપૂર્વક, માત્ર મનોરથ કરીને નહીં, ઉચિત સમયે વિધિપૂર્વક ગ્રહણ કરીને, વારંવાર ઉપયોગપૂર્વક સાવધાન રહીને, પારણાદિને ગુરુ આદિથી દેવાયેલ શેષ ભોજન કરવાથી શોભાવે છે અથવા અતિચારરૂપ કાદવ ધોઈ નાખવાથી, પૂર્ણ થયા પછી પણ તેની અવધિથી થોડો વધુ કાળ રહીને, અવધિ પૂર્ણ થયા પછી, તે સંબંધી કાર્યોનું પરિમાણ પૂરું કરે, પારણા દિને આ-આ કાર્ય છે અને તે મેં કર્યુ છે - એમ કીર્તન કરે છે. તેની સમાપ્તિ થતાં, તેની અનુમોદના કરે, અર્થાત્ આજ્ઞાપૂર્વક આરાધે છે. એ પ્રમાણે સાતમી પ્રતિમા સાત માસ આરાધે છે. પછી આઠમી-પહેલા સાત રાત્રિદિવસ, એ પ્રમાણે નવમી અને દશમી છે. આ ત્રણેના નિર્જળ ઉપવાસ છે, માત્ર બેસવાના આસનો જુદાં જુદાં છે. અગિયારમી અહોરાત્ર પ્રમાણ છે. તેમાં છઠ્ઠ કરવાનો છે, બારમી પ્રતિમા એકરાત્રિકી છે, તેમાં અઠ્ઠમ કરવાનો હોય છે.
જે તપમાં ૧૬ માસ સુધી એક પ્રકારે નિર્જરારૂપ ગુણોની રચના થાય, તે તપ ગુણરત્નસંવત્સર તપ. ગુણો જ રત્નરૂપ જેમાં છે, તે ગુણરત્ન સંવત્સર તપ. તેમાં ૧૩-માસ, ૧૭-દિવસનો તપ કાળ છે અને ૭૩ દિવસ પારણા આવે છે. તે આ પ્રમાણે – સોળ માસમાં- અનુક્રમે [એક-એક માસમાં] - પંદર, વીશ, ચોવીશ, ચોવીશ, પચ્ચીશ, ચોવીશ, એકવીશ, ચોવીશ, સત્તાવીશ, ત્રીશ, તેત્રીશ, ચોવીશ, છવ્વીશ, અઠ્ઠાવીશ, ત્રીશ અને બત્રીશ દિવસ તપના તથા ૧૫, ૧૦, ૮, ૬, ૫, ૪, ૩, ૩, ૩, ૩, ૩, ૨, ૨, ૨, ૨, ૨ એ પારણાના દિવસો છે.
જે માસમાં અઠ્ઠમાદિ તપ જેટલા દિવસોમાં પૂરો ન થાય, તેટલા આગળના માસના ખેંચીને તેમાં ઉમેરવા અને અધિક હોય તો પછીના માસમાં મેળવી દેવા. તેથી અહીં ૩૩ કે ૩૨ દિવસોનો તપ કોઈ માસમાં કહ્યો છે. ચતુર્થભક્ત - ચોથા ટંક સુધી ભોજનનો જેમાં ત્યાગ થાય તે અથવા ઉપવાસ, એ રીતે બે ઉપવાસાદિ જાણવા. તે વિસામો લીધા વિના, દિય - દિવસે, ઉત્કુટુકાસન - ઉભડક પગે બેસે પણ નિતંબને જમીને અડકવા ન દે તે. વીરાસન-કોઈ એક મનુષ્ય સિંહાસને બેઠો હોય, તેના પગ નીચે હોય, સિંહાસન ખેંચી લીધા પછી જે આસન થાય તે. અવાઉડ - પ્રાવરણના અભાવે. ઉદાર - આશારહિત કે પ્રધાન, પ્રધાન દ્રવ્ય અલ્પ પણ હોય, માટે કહે છે –
ઘણાં દિવસને કારણે વિસ્તીર્ણ, વિપુલ તપ પણ ગુરુની અનુમતિ સિવાય કે અપ્રયત્નકૃત્ હોય, તેથી કહ્યું ગુરુ દ્વારા આજ્ઞા પ્રદત્ત અથવા પ્રમાદ છોડીને પ્રયત્નપૂર્વક. આવું તપ પણ સાધારણ રીતે સ્વીકાર્યુ હોય, તેથી કહ્યું – ઘણાં માનપૂર્વક આશ્રિત તથા નિરોગતાનું કારણ, કલ્યાણનો હેતુ, ધર્મધનમાં સાધુભૂત, પાપશમનમાં નિમિત્ત, સમ્યક્ પાલનથી શોભતું, ઉત્તરોત્તર વૃદ્ધિવાળું, ઉન્નત ભાવવાળું, અજ્ઞાનરહિત અર્થાત્ જ્ઞાનયુક્ત, ઉત્તમ પુરૂષે સેવેલ હોવાથી ઉત્તમ, નિસ્પૃહત્વથી ઉદાર, મહાપ્રભાવી.
આવા તપથી સ્કંદક મુનિ નીરસ શરીરત્વથી સૂકાઈ ગયા, ભૂખના વશથી રૂક્ષ થઈ ગયા. ચામડીથી ઢંકાયેલા હાડકાંવાળા થયા, આવા માત્ર હાડકાંના ખોખાને કારણે બેસતા, ઉઠતા આદિમાં જે અવાજ થાય તે ખટ્ ખટ્ કે એવો કોઈ અવાજ થતો હતો. દુર્બળ, માંસ ક્ષય થવાથી માત્ર ધમનીઓ દેખાતી હતી. શરીરબળથી નહીં પણ જીવ બળથી જ ચાલતા હતા. બોલવા સંબંધી ત્રણે કાળમાં ગ્લાનિ પામે છે.
જેમકે કોઈ લાકડાથી ભરેલ ગાડી, પલાશાદિ પાનથી ભરેલ ગાડી, પાંદડાવાળા તલના ઝાડવાથી અને માટીના વાસણોથી ભરેલ ગાડી, એરંડાના લાકડાથી બનેલ કે ભરેલ ગાડી, અંગારાથી ભરેલ ગાડી, તડકે મૂકેલી અને સૂકવેલી કેમ કે લીલા લાકડા હોય તો સૂકવવા પડે - - રાખમાં ભરેલ અગ્નિની માફક તે સ્કંદક અણગાર તપરૂપ તેજ વડે દેદીપ્યમાન છે. સ્કંદક મુનિનું શરીર બહારથી માંસ, લોહી વિહિન હોવા છતાં અંદરથી જાજ્વલ્યમાન લાગે છે. ઉક્ત વાતને ફરી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit