Viyahapannatti 180
Viyāhapannatti: ṭīkānusārī vivecana 180
- Language
- Gujarati
180
‘ભગવતી’ સૂત્ર-૧૧૫ :– [૨/૧/૧૧૫]
તે કાળે તે સમયે રાજગૃહનગરમાં સમવસરણ થયું, યાવત્ પર્ષદા પાછી ગઈ. ત્યારે તે સ્કંદક અણગાર અન્યદા ક્યારેક રાત્રિના પાછલા પ્રહરે ધર્મ જાગરિકાથી જાગતા હતા ત્યારે તેમના મનમાં આવો સંકલ્પ યાવત્ થયો કે – હું આ ઉદાર તપકર્મથી યાવત્ બધી નાડીઓ બહાર દેખાય છે, આત્મબળથી જ ચાલુ છું, ઉભું છું યાવત્ ગ્લાન છું એમ જ ચાલુ કે ઉભું ત્યારે કડકડ અવાજ થાય છે. તો જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરૂષકાર પરાક્રમ છે, જ્યાં સુધી મારા ધર્માચાર્ય ધર્મોપદેશક-શ્રમણ ભગવંત મહાવીર, જિન, સુહસ્તી વિચરે છે, ત્યાં સુધીમાં મારા માટે શ્રેયસ્કર છે કે આવતીકાલે પ્રકાશવાળી રાત્રિ થયા પછી, કોમળ કમળ ખીલ્યા પછી, પાંડુર પ્રભાત થયા પછી, રાતા અશોક જેવા પ્રકાશવાળો, કેસુડા-પોપટની ચાંચ-ચણોઠીનો અર્ધભાગ સદૃશ, કમળના સમૂહને વિકસાવનાર, સહસ્રરશ્મિ, તેજથી ઝળહળતો સૂર્ય ઉગે ત્યારે શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને યાવત્ પર્યુપાસીને, ભગવંન મહાવીરની અનુજ્ઞા મેળવીને સ્વયમેવ પાંચ મહાવ્રત આરોપી, શ્રમણ-શ્રમણીઓને ખમાવી તથારૂપ સ્થવિરો સાથે વિપુલ પર્વત ઉપર ધીમે-ધીમે ચડીને મેઘના સમૂહ જેવા, દેવોને ઉતરવાના સ્થાનરૂપ પૃથ્વીશિલાપટ્ટકનું પડિલેહણ કરીને, દર્ભનો સંથારો, આત્માને સંલેહણા-જોષણાથી યુક્ત કરી, ભોજન-પાનનો ત્યાગ કરી, વૃક્ષ બેઠે સ્થિર થઈ, કાળની આકાંક્ષા કર્યા વિના વિચરવું જોઈએ. એ પ્રમાણે વિચારી, પ્રાતઃકાળ થયા પછી યાવત્ સૂર્ય ઉગ્યા પછી જ્યાં ભગવંત મહાવીર છે યાવત્ ત્યાં જઈ તેઓની પર્યુપાસના કરે છે.
હે સ્કંદક! એમ કહી, શ્રમણ ભગવંત મહાવીર સ્કંદક અણગારને આમ કહ્યું – હે સ્કંદક! શું રાત્રિના પાછલા પ્રહરે ધર્મ જાગરિકા કરતા યાવત્ તને આવો સંકલ્પ થયેલો કે – હું આવા પ્રકારના ઉદાર વિપુલ આદિ પૂર્વવત્ યાવત્ કાળની આકાંક્ષા ન કરતાં વિચરું અને એમ વિચારીને યાવત્ સૂર્ય ઉગ્યા પછી, તું જલ્દી આવેલ છે. હે સ્કંદક! આ વાત યોગ્ય છે? - હા, છે - સુખ ઉપજે તેમ કરો૦
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit