Pramāṇa · Search · About · API

Viyahapannatti 181

Viyāhapannatti: ṭīkānusārī vivecana 181

Language
Gujarati

181

વિવેચન :–૧૧૫
રાત્રિનો પૂર્વ ભાગ, રાત્રિનો પશ્ચિમ ભાગ તેવા લક્ષણવાળો કાળ-સમય, તેમાં અથવા પૂર્વરાત્ર-અપર-રાત્રકાળ સમય, તેમાં અથવા પૂર્વરાત્ર-અપરરાત્રકાળ સમય. તેમાં ધર્મજાગરણ કરતાં, મારા ઉત્થાનાદિ સર્વથા ક્ષીણ થયા નથી, તે જ્યાં સુધી મારામાં છે. સુહત્થિ - શુભાર્થી - ભવ્યોને લાભ દે છે અથવા પુરુષવરગંધહસ્તિ છે એવા ભગવંતની સાક્ષીએ અનશનવિધિ કરું તો મહાફળદાયી થશે, આ અભિપ્રાયથી ભગવંતના નિર્વાણ પછી મને શોક-દુઃખ ન થાય તે માટે અનશન કરવા વિચાર્યુ. કાલે પ્રકાશથી રાત્રિ ઉજળી થયા પછી વિકસેલ ઉત્પલની પાંખડીઓ, એક પ્રકારના હરણની આંખો ઉઘડ્યા પછી, ધોળું પ્રભાત થયા પછી, રાતા અશોક જેવા-કે સુડો-પોપટની ચાંચ-ચણોઠીનો અર્ધભાગ જેવો લાલ, દ્રહમાં રહેલ કમલિનીના ખંડોને વિકસિત કરનાર, સૂર્ય ઉગ્યા પછી ઈત્યાદિ. જેઓ પડિલેહણાદિ ક્રિયામાં કુશળ છે, પ્રિયધર્મી અને દૃઢધર્મી છે, તેઓની સાથે વિપુલ નામના પર્વત ઉપર, ઘનમેઘ સદૃશ અર્થાત્‌ કાળી, જેની સુંદરતાથી જ્યાં દેવો આવે છે એવી પૃથ્વીશિલા ઉપર, કાષ્ઠશિલા પણ શિલા કહેવાય તેથી તેનો વિચ્છેદ કરી પૃથ્વી લીધી. જેનાથી કૃશ થવાય તે સંલેખના-એક તપ, જોષણા - સેવા, જુષ્ટ - સેવિત. તે તપ સેવાથી ક્ષપિત થયેલ. ભોજન-પાનના પચ્ચક્‌ખાણ કરીને, કાલ - મરણ. એવું લક્ષ્ય રાખીને–

Linked texts (1)