Viyahapannatti 189
Viyāhapannatti: ṭīkānusārī vivecana 189
- Language
- Gujarati
189
વિવેચન :–૧૧૯ થી ૧૨૧
જીવાભિગમ સૂત્રમાં નારક સંબંધી બીજા ઉદ્દેશકની અર્થ સંગ્રહ ગાથા - પુઢવી ઓગાહિત્તા૦ સૂત્ર પુસ્તકમાં ગાથાનો પૂર્વાર્ધ જ લખ્યો છે. શેષ વિવક્ષિત અર્થોને ‘યાવત્’ શબ્દથી સૂચવેલ છે. તેમાં પૃથ્વીઓ –
ભગવન્! પૃથ્વીઓ કેટલી છે? ગૌતમ! રત્નપ્રભાદિ-૭. પૃથ્વીને આશ્રીને કેટલે દૂર નારકો છે? ૧,૮૦,૦૦૦ યોજન જાડી રત્નપ્રભામાં ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચે ૩૦ લાખ નરકાવાસો છે. એ રીતે શર્કરાપ્રભાદિમાં યથાયોગ્ય જાણવું.
નરકોનું સંસ્થાન કહેવું. તેમાં જે આવલિકાપ્રવિષ્ટ છે તે ગોળ, ચોરસ, ત્રિકોણ છે, બીજાના વિવિધ સંસ્થાન છે. નરકોની જાડાઈ કહેવી. તે ૩૦૦૦ યોજન છે. કઈ રીતે? નીચે ૧૦૦૦, મધ્યે ૧૦૦૦ યોજન શુષિર, ઉપર ૧૦૦૦ સંકુચિત. વિષ્કંભ-પરિક્ષેપ. સંખ્યાતયોજન વિસ્તૃત પૃથ્વીનો લંબાઈ-પહોળાઈ-ઘેરાવો સંખ્યાત યોજન છે. બીજી પૃથ્વીનો જુદી રીતે છે. વર્ણાદિ અત્યંત અનિષ્ટ છે, આદિ. ઉદ્દેશાના અંત સુધી ઘણી વક્તવ્યતા છે. શું સર્વે જીવો રત્નપ્રભાના ૩૦-લાખ નરકાવાસોમાં પૂર્વે આવેલા છે? – અનેક વખત, બે-ત્રણ વખતને પણ અનેક કહેવાય, તેથી અતિ બાહુલ્ય જણાવવા કહે છે – અથવા અનંતવાર [જીવો અહીં ઉત્પન્ન થયા છે.]
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit