Viyahapannatti 202
Viyāhapannatti: ṭīkānusārī vivecana 202
- Language
- Gujarati
202
‘ભગવતી’ સૂત્ર-૧૩૦ :– [૨/૫/૧૩૦]
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરના ગુણશિલચૈત્યથી નીકળ્યા. બહાર જનપદ વિહારે વિચરે છે
તે કાળ તે સમયે તુંગિકા નામે નગરી હતી. [વર્ણન] તે તુંગિકા નગરીની બહાર ઈશાન ખૂણામાં પુષ્પવતી નામે ચૈત્ય હતું. [વર્ણન]. તે તુંગિકા નગરીમાં ઘણાં શ્રાવકો રહેતા હતા. તેઓ આઢ્ય, દિપ્ત, વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન આદિ, બહુ-ધન, ઘણું સોનું-રૂપું, આયોગ-પ્રયોગ યુક્ત હતા. તેઓને ત્યાં ઘણાં ભોજન-પાન વધતાં. તેઓને ઘણાં દાસ, દાસી, ગાય, પાડા, ઘેટા વગેરે રહેતા. ઘણા લોકોથી તેઓ અપરિભૂત હતા.
તેઓ જીવ, અજીવના જ્ઞાતા, પુન્ય-પાપને જાણતા, આશ્રવ-સંવર-નિર્જરા-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષ (તત્ત્વોમાં) કુશળ હતા. દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ગરુલ, ગંધર્વ, મહોરગાદિ દેવગણ પણ તેઓને નિર્ગ્રન્થ પ્રવચનથી ચલાયમાન કરવા સમર્થ ન હતા. તેઓ નિર્ગ્રન્થ પ્રવચનમાં શંકા-કાંક્ષા-વિચિકિત્સા રહિત હતા. તેઓ લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પૃચ્છિતાર્થ, અભિગતાર્થ, વિનિશ્ચિત્તાર્થ હતા. નિર્ગ્રન્થ પ્રવચનનો રાગ હાડોહાડ વ્યાપેલો હતો.
(તેઓ કહેતા કે) હે આયુષ્યમાન્! નિર્ગ્રન્થ પ્રવચન જ અર્થ અને પરમાર્થરૂપ છે, બાકી બધું અનર્થ છે. તેમના ઘરનો આગળીઓ ઊંચો રહેતો, દ્વાર ખુલ્લા રહેતા, જેના અંતઃપુરમાં જાય તેને પ્રીતિ ઉપજાવનારા, ઘણાં શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ ઉપવાસ વડે ચૌદશ, આઠમ, પૂનમ, અમાસમાં પ્રતિપૂર્ણ પૌષધની સારી રીતે આચરણા કરતા, શ્રમણ-નિર્ગ્રન્થોને પ્રાસુક અને એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે તથા વસ્ત્ર-પાત્ર-કંબલ-રજોહરણ-પીઠફલક-શય્યા-સંથારા વડે, ઔષધ-ભૈષજ વડે પ્રતિલાભતા તથા યથા-પ્રતિગૃહીત તપકર્મથી આત્માને ભાવતા વિચરતા હતા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit