Viyahapannatti 206
Viyāhapannatti: ṭīkānusārī vivecana 206
- Language
- Gujarati
206
‘ભગવતી’ સૂત્ર-૧૩૨ :– [૨/૫/૧૩૨]
ત્યારે તુંગિકાનગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ, પથોમાં યાવત્ એક દિશામાં રહીને ધ્યાન ધરે છે. ત્યારે તે શ્રાવકો આ વાત જાણીને હૃષ્ટ-તુષ્ટ થયેલા યાવત્ પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો! પાર્શ્વનાથના શિષ્યો-સ્થવિર ભગવંતો, જાતિસંપન્નાદિ છે યાવત્ યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હે દેવાનુપ્રિયો! તથારૂપ સ્થવિર ભગવંતોનું નામ કે ગોત્ર પણ સાંભળવાથી મોટું ફળ છે, તો તેમની સન્મુખ જવાથી, વંદન-નમસ્કાર-પ્રતિપૃચ્છા-સેવા કરવાથી યાવત્ ગ્રહણતા વડે કલ્યાણ થાય જ તેમાં શું આશ્ચર્ય! હે દેવાનુપ્રિયો! આપણે ત્યાં જઈએ, સ્થવિર ભગવંતોને વંદન-નમન યાવત્ સેવા કરીએ. તે આપણને આ ભવમાં અને પરભવમાં યાવત્ પરંપરાએ કલ્યાણરૂપ છે.
આ પ્રમાણે વાત કરી પરસ્પર આ અર્થને સ્વીકાર કરે છે, પછી પોતપોતાના ઘેર જાય છે. જઈને સ્નાન કરી, બલિકર્મ-કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ કરી પ્રવેશ યોગ્ય શુદ્ધ-મંગલ વસ્ત્રોને ઉત્તમતાપૂર્વક પહેરી, અલ્પ પણ મૂલ્યવાન્ અલંકારથી શરીર શણગારી, પોત-પોતાના ઘેરથી નીકળ્યા. એક સ્થાને ભેગા થયા, પગે ચાલીને તુંગિકા નગરીની વચ્ચોવચ્ચથી નીકળ્યા. પુષ્પવતી ચૈત્યે આવ્યા.
સ્થવિર ભગવંતોને પાંચ પ્રકારના અભિગમથી અભિગમે છે–તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, અચિત્ત દ્રવ્યોને સાથે રાખવા, એકશાટિક ઉત્તરાસંગ કરવું, જોતાની સાથે જ અંજલિ જોડવી અને મનને એકાગ્ર કરવું. સ્થવિર ભગવંતો પાસે આવીને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે યાવત્ ત્રણ પર્યુપાસનાથી પર્યુપાસે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit