Pramāṇa · Search · About · API

Viyahapannatti 207

Viyāhapannatti: ṭīkānusārī vivecana 207

Language
Gujarati

207

વિવેચન :–૧૩૨
સિંગોડા જેવા આકારનું સ્થાન, ત્રણ શેરી ભેગી થાય તે સ્થાન, ચાર શેરી ભેગી થાય તે સ્થાન, અનેક શેરી ભેગી થાય તે સ્થાન, રાજમાર્ગ, માત્ર શેરી. ‘યાવત્‌’થી ઘણાં લોકોનો અવાજ થવો વગેરે પૂર્વે કહેલ છે. આ અર્થને સ્વીકારે છે - X - સ્નાન પછી સ્વગૃહદેવતાની પૂજા કરી, દુઃસ્વપ્નાદિ નિવારણાર્થે અવશ્ય કરણીય કૌતુકાદિ કર્યા, બીજા કહે છે - નેત્રરોગના નિવારણાર્થે પગે વિલેપન કર્યુ, મષતિલકાદિ કૌતુક, સરસવ-દહીં આદિ મંગલ કર્યા. શુદ્ધ, ઉચિત વેશ અથવા રાજાદિ સભામાં પ્રવેશ માટે ઉચિત એવા, ઉત્તમ વસ્ત્રોને જેમણે પહેર્યા છે. પાઠાંતરથી વસ્ત્રોને ઉત્તમ પ્રકારે પહેર્યા છે.
પગે ચાલીને, ગાડાં આદિમાં બેસીને નહીં. બહુમાનપૂર્વક સામે જાય છે. પુષ્પ-તાંબુલાદિ સચિત્તનો ત્યાગ, વસ્ત્ર-મુદ્રિકાદિ અચિત્તનો અત્યાગ, અનેક ઉત્તરીય નહીં પણ માત્ર એક ખેસ રાખીને, - X - દૃષ્ટિ પડતાં, એકાલંબન કરીને, મન-વચન-કાયાથી ત્રણ પ્રકારે પર્યુપાસના કરતાં [આ શ્રાવકો ત્યાં રહ્યા છે.]

Linked texts (1)