Viyahapannatti 205
Viyāhapannatti: ṭīkānusārī vivecana 205
- Language
- Gujarati
205
વિવેચન :–૧૩૧
શ્રુતવૃદ્ધ, સુવિહિત વેષ કે શરીરની સુંદરતાથી સંપન્ન, લાજ કે સંયમ, દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી અભિમાન ત્યાગી, મનની સ્થિરતાવાળા, શરીરની પ્રભાવાળા, વિશિષ્ટ સામર્થ્ય કે પ્રભાવ યુક્ત, વિશિષ્ટ વચનવાળા, ખ્યાતિવાળા, જીવિતાશા અને મરણભય વિનાના યાવત્ શબ્દથી તપપ્રધાન, સંયમગુણયુક્ત, આ બંનેથી તપ-સંયમની મોક્ષના મુખ્ય કારણરૂપે ગણના છે, તથા શ્રમણધર્મ આદિ વ્રત-ચરણવાળા, પિંડ વિશુદ્ધિ આદિ કરણવાળા, અન્યાય કરનારને દંડવામાં મુખ્ય, ‘આ કાર્ય ચોક્કસ કરવું’ તેમ સ્વીકારેલા કે તત્ત્વનો નિર્ણય કરનારા, કોમળતા અને સરળતા ગુણથી યુક્ત.
(શંકા) જિતક્રોધાદિથી માર્દવાદિ સ્વતઃ જણાય છે, તો પછી અહીં અલગ કેમ મૂક્યો? - માર્દવાદિથી તેના ઉદયનો અભાવ કહ્યો, જિતક્રોધાદિથી ઉદયમાં આવેલને નિષ્ફળ બનાવવા કહ્યું. ક્રિયામાં દક્ષ, મુક્તિપ્રધાન, એ પ્રમાણે વિદ્યા-મંત્ર-વેદ-બ્રહ્મચર્ય-નય-નિયમ-સત્ય-શૌચ પ્રધાન, સત્પ્રજ્ઞા, શુદ્ધિમાં હેતુરૂપ કે સર્વે જીવોના મિત્રરૂપ, નિદાનરહિત, ઉતાવળરહિત, અબહિર્લેશ્ય, સુશ્રામણ્યરત, અવિરલ અને દોષરહિત પ્રશ્નોત્તરવાળા, સ્વર્ગ-મૃત્યુ-પાતાળ એ ત્રણલોક તે કુત્રિક, તે ત્રણે લોકમાં થનારી વસ્તુ જ્યાં મળે તે કુત્રિકાપણ-દુકાન તેના જેવા અર્થાત્ ઈચ્છિત અર્થને મેળવી આપવામાં સમર્થ અથવા સર્વગુણસંપન્ન. સારી રીતે પરિવરેલા-પરિકર ભાવથી પરિકરિત, ૫૦૦ સાધુ સાથે પધાર્યા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit