Viyahapannatti 208
Viyāhapannatti: ṭīkānusārī vivecana 208
- Language
- Gujarati
208
‘ભગવતી’ સૂત્ર-૧૩૩ :– [૨/૫/૧૩૩]
ત્યારે સ્થવિર ભગવંતોએ, તે શ્રાવકોને અને મહા-મોટી પર્ષદાને ચતુર્યામ ધર્મ કહ્યો. કેશીસ્વામીની માફક યાવત્ તે શ્રાવકોએ પોતાના શ્રાવકપણાથી તે સ્થવિરોની આજ્ઞાનું આરાધન કર્યુ - યાવત્ - ધર્મકથા પૂરી થઈ.
ત્યારે તે શ્રાવકો સ્થવિર ભગવંતો પાસે ધર્મ સાંભળીને, અવધારીને હૃષ્ટ-તુષ્ટ યાવત્ વિકસિતહૃદયી થયા. ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી યાવત્ ત્રણ પ્રકારે પર્યુપાસના કરતા, આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! સંયમનું ફળ શું?, તપનું ફળ શું? ત્યારે તે સ્થવિરોએ શ્રાવકોને કહ્યું – હે આર્યો! સંયમનું ફળ આસ્રવરહિતતા તપનું ફળ વ્યવદાન [કર્મશુદ્ધિ] છે.
ત્યારે શ્રાવકોએ સ્થવિરોને પૂછ્યું – જો સંયમનું ફળ તે આશ્રવરહિતતા છે, તપનું વ્યવદાન છે, તો દેવો દેવલોકે ઉત્પન્ન થાય છે, તેનું શું કારણ? ત્યારે કાલિકપુત્ર સ્થવિરે તે શ્રાવકોને કહ્યું – પૂર્વના તપ વડે હે આર્ય! દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે, મેહિલ સ્થવિરે કહ્યું – હે આર્ય! પૂર્વના સંયમથી દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આનંદરક્ષિત સ્થવિરે શ્રાવકોને કહ્યું – હે આર્યો! કર્મીપણાથી દેવો દેવલોકમાં ઉપજે છે. કાશ્યપ સ્થવિરે શ્રાવકોને કહ્યું કે – સંગીપણાથી હે આર્યો! દેવો દેવલોકમાં ઉપજે છે. અર્થાત્ હે આર્યો! પૂર્વના તપથી, પૂર્વના સંયમથી, કર્મીપણાથી, સંગીપણાથી દેવો દેવલોકે ઉપજે છે. આ કથન સાચું છે, અમારા અભિમાનથી કહેતા નથી.
ત્યારે તે શ્રાવકો સ્થવિર ભગવંતો પાસેથી આ આવા પ્રકારના ઉત્તરો સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થઈ સ્થવિર ભગવંતોને વાંદી-નમીને બીજા પણ પ્રશ્નો પૂછ્યા, અર્થો ગ્રહણ કર્યા, ઉઠીને સ્થવિર ભગવંતોને ત્રણ વખત વંદન-નમસ્કાર કર્યા, સ્થવિરો પાસેથી અને પુષ્પવતી ચૈત્યથી નીકળી, જ્યાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. તે સ્થવિરો પણ અન્ય કોઈ દિવસે તુંગીકાનગરીના પુષ્પવતી ચૈત્યથી નીકળી બહારના જનપદમાં વિહાર કર્યો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit