Viyahapannatti 210
Viyāhapannatti: ṭīkānusārī vivecana 210
- Language
- Gujarati
210
‘ભગવતી’ સૂત્ર-૧૩૪ :– [૨/૫/૧૩૪]
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું યાવત્ પર્ષદા પાછી ફરી, તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર યાવત્ સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાવાળા, નિરંતર છઠ્ઠનો તપ કર્મપૂર્વક સંયમ અને તપ વડે આત્માને ભાવતા યાવત્ વિચરે છે ત્યારે તે ગૌતમસ્વામી છઠ્ઠના પારણા દિને પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કરે છે, બીજી પોરિસિમાં ધ્યાન કરે છે, ત્રીજી પોરિસીમાં ત્વરારહિત, ચપળતા રહિત, અસંભ્રાંત થઈ મુહપત્તિ પડિલેહી, વસ્ત્ર-પાત્ર પડિલેહે છે. પાત્રો પ્રમાર્જી, પાત્રો લઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવી, ભગવંતને વંદન-નમસ્કાર કરી આમ બોલ્યા - ભગવન્! આજે છઠ્ઠના પારણાદિને આપની અનુજ્ઞા પામીને રાજગૃહીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહ સમુદાન ભિક્ષાચર્યાથી ફરવા ઈચ્છું છું. યથાસુખં દેવાનુપ્રિય! વિલંબ ન કર. ત્યારે તે ગૌતમ સ્વામી શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંત પાસેથી, ગુણશીલ ચૈત્યથી નીકળ્યા. ત્વરા-ચપળતા-સંભ્રાંતતા રહિત, યુગંતર ભૂમિ જોતા દૃષ્ટિથી ઈર્યા સમિતિ શોધતા રાજગૃહ નગરમાં આવ્યા. આવીને રાજગૃહનગરના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસમુદાન ભિક્ષાચર્યા માટે ફરે છે.
ત્યારે તે ગૌતમ સ્વામીને રાજગૃહમાં યાવત્ ફરતા ઘણાં લોકોનો અવાજ સાંભળ્યો. હે દેવાનુપ્રિયો! તુંગીકા નગરી બહાર પુષ્પવતી ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્યો-સ્થવિર ભગવંતોને શ્રાવકોએ આ આવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા - સંયમનું અને તપનું ફળ શું? ત્યારે તે સ્થવિરોએ શ્રાવકોને - એમ કહ્યું - હે આર્યો! સંયમથી અનાશ્રવપણું, તપથી વ્યવદાનનું ફળ છે. યાવત્ પૂર્વતપ-પૂર્વસંયમ-સંયમથી અનાશ્રવપણું, તપથી વ્યવદાનનું ફળ છે. યાવત્ પૂર્વતપ-પૂર્વસંયમ-કર્મિતા-સંગિતાથી હે આર્યો! દેવો દેવલોકે ઉપજે છે. આ અર્થ સત્ય છે, પણ અમારા અભિમાનથી કહ્યો નથી. આ વાત કેમ મનાય? ત્યારે ગૌતમે આ કથા સાંભળતા તેઓ તેમાં – જિજ્ઞાસામાં શ્રદ્ધાવાળા યાવત્ કુતુહલવાળા થયા. તેઓ યથાપર્યાપ્ત ગૌચરી લઈને રાજગૃહ નગરથી નીકળીને ત્વરારહિત યાવત્ ઈર્યા સમિતિ શોધતા, ગુણશીલ ચૈત્યે ભગવંત મહાવીર પાસે આવ્યા.
ભગવંત મહાવીરની સમીપે ગમનાગમન પ્રતિક્રમણ કર્યુ. એષણીય-અનેષણીયની આલોચના કરી, આહાર-પાણી દેખાડીને ભગવંત મહાવીરને યાવત્ આમ કહ્યું – હે ભગવન્! આપની અનુજ્ઞા મેળવી રાજગૃહ નગરના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહ સમુદાન ભિક્ષાચર્યાર્થે ફરતા ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા. હે દેવાનુપ્રિયો! તુંગિકાનગરી બહાર પુષ્પવતી ચૈત્યમાં ભ૦ પાર્શ્વનાથના શિષ્યોએ- X -યાવત્- X - પૂર્વવત્ કહેવું.
હે ભગવન્! શું તે સ્થવિરો શ્રાવકોને આવો જવાબ આપવાને સમર્થ છે? કે અસમર્થ છે? ભગવન્! તેઓ શ્રાવકોને આવો જવાબ આપવાને સમિત છે કે અસમિત છે? ભગવન્! તે સ્થવિરો શ્રાવકોને આવો જવાબ આપવા ઉપયોગવાળા છે કે નથી? - X - X - આવો જવાબ દેવાને વિશિષ્ટ જ્ઞાની છે કે નથી? કે પૂર્વતપ, પૂર્વ સંયમ, કાર્મિતા, સંગિતાથી દેવો દેવલોકે ઉપજે છે, ઈત્યાદિ - X -
હે ગૌતમ! તે સ્થવિરો શ્રાવકોને તેવો જવાબ દેવાને સમર્થ છે - અસમર્થ નથી. શેષ તેમજ જાણવું. યાવત્ સમર્થ છે, સમિત છે, અભ્યાસવાળા છે, વિશિષ્ટ જ્ઞાની છે યાવત્ તે વાત સાચી છે, આત્માની મોટાઈ દેખાડવા કહેલ નથી. ગૌતમ! હું પણ એમ જ કહું છું - ભાખું છું - જણાવું છું - પ્રરૂપું છું કે પૂર્વતપ - પૂર્વ સંયમ - કર્મિતા - સંગિતાથી દેવ દેવલોકમાં ઉપજે છે. આ અર્થ સત્ય છે પણ અમારી મોટાઈ દેખાડવા કહ્યો નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit