Pramāṇa · Search · About · API

Viyahapannatti 209

Viyāhapannatti: ṭīkānusārī vivecana 209

Language
Gujarati

209

વિવેચન :–૧૩૩
મહતિમહાલિઆ - મોટામાં મોટી. નવા કર્મોનું ગ્રહણ ન કરવું તે અનાશ્રવ. જેનું ફળ અનાશ્રવ છે તે અર્થાત્‌ સંયમ. વ્યવદાન-કર્મના ગહન વનનું કાપવું કે જૂના કર્મોરૂપ કચરાને શોધવો, તે વ્યવદાનનું ફળ એટલે તપ (દેવલોકે ઉત્પત્તિનું) કારણ શું? સંયમ અને તપ બંનેમાંથી એક પણ દેવ થવામાં કારણ નથી તો શું દેવો નિષ્કારણ જ દેવલોકમાં ઉત્પન્ન થાય છે?
સરાગ અવસ્થામાં પૂર્વે કરેલ તપ, વીતરાગ અવસ્થાની અપેક્ષાએ સરાગ અવસ્થા પૂર્વકાળની કહેવાય. એ રીતે અયથાખ્યાત ચારિત્રરૂપ સંયમ. તેથી સરાગ અવસ્થામાં કરેલ સંયમ અને તપથી દેવત્વ પ્રાપ્ત થાય કેમ કે રાગાંશ કર્મબંધનનો હેતુ છે. કર્મવાળો હોય તે કર્મી, તેનો ભાવ તે કર્મીતા. બીજા કહે છે - કર્મનો વિકાર તે કાર્મિકા. અર્થાત્‌ અક્ષીણકર્મ વડે દેવત્વની પ્રાપ્તિ થાય છે. સંગવાળો હોય તે સંગી, તેનો જે ભાવ તે સંગિતા, દ્રવ્યાદિમાં સંયમાદિથી યુક્ત પણ સંગ, કર્મબંધનું કારણ છે તેનાથી દેવત્વ પ્રાપ્ત થાય છે. - X - X - આ સત્ય છે? કેમ? સ્વ અભિપ્રાયથી જ વસ્તુતત્વ કહેતા નથી - અભિમાનથી મોટાઈ બતાવવા કહેતા નથી. પણ આ જ પરમાર્થ છે માટે કહીએ છીએ.

Linked texts (1)