Viyahapannatti 212
Viyāhapannatti: ṭīkānusārī vivecana 212
- Language
- Gujarati
212
‘ભગવતી’ સૂત્ર-૧૩૫, ૧૩૬ :– [૨/૫/૧૩૫, ૧૩૬]
[૧૩૫] ભગવન્! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પર્યુપાસના કરનારને પર્યુપાસનાનું ફળ શું? ગૌતમ! શ્રવણફળ. ભગવન્ ! શ્રવણનું ફળ શું? – જ્ઞાન. ભગવન્ ! જ્ઞાનનું શું ફળ? – વિજ્ઞાન. ભગવન્ ! વિજ્ઞાનનું ફળ શું? – પચ્ચક્ખાણ. ભગવન્ ! પચ્ચક્ખાણનું ફળ શું? – સંયમ. ભગવન્ ! સંયમનું શું ફળ? અનાશ્રવ. એ પ્રમાણે અનાશ્રવનું ફળ તપ. તપનું ફળ વ્યવદાન, વ્યવદાનનું ફળ અક્રિયા. ભગવન્! અક્રિયાનું ફળ? સિદ્ધિ અંતિમફળ.
[૧૩૬] શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પચ્ચક્ખાણ, પચ્ચક્ખાણથી સંયમ [ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.]
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit