Pramāṇa · Search · About · API

Viyahapannatti 213

Viyāhapannatti: ṭīkānusārī vivecana 213

Language
Gujarati

213

વિવેચન :–૧૩૫, ૧૩૬
ઉચિત સ્વભાવવાળા કોઈ પુરૂષને કે તપસ્વી શ્રમણને ઉપલક્ષણથી કોઈ પણ ઉત્તરગુણવાળાને. માહન - પોતે હિંસાથી નિવૃત્ત હોય. બીજાને ‘ન હણો’ એમ કહેતો હોય. ઉપલક્ષણથી મૂળગુણ યુક્ત. અથવા શ્રમણ એટલે સાધુ, માહન એટલે શ્રાવક.
(સાધુ સેવાથી) સિદ્ધાંત શ્રવણ ફળ છે, શ્રવણથી શ્રુત જ્ઞાન થાય છે, શ્રુતજ્ઞાનથી હેય-ઉપાદેય વિવેકકારી વિજ્ઞાન પ્રાપ્ત થાય. વિશિષ્ટ જ્ઞાનથી જ પાપનું પચ્ચક્‌ખાણ કરે, પ્રત્યાખ્યાન કરેલને જ સંયમ હોય. સંયમવાન્‌ પ્રાયઃ નવા કર્મો ન ઉપાર્જે. અનાશ્રવી જીવ જ લઘુકર્મત્વથી તપ કરે છે. તપથી જૂના કર્મો નિર્જરે છે. કર્મ નિર્જરાથી યોગનિરોધ થાય છે. છેલ્લે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ..... તેની સંગ્રહ ગાથા છે - તથારૂપ શ્રમણાદિને પર્યુપાસના યથોક્ત ફળવાળી થાય. અતથારૂપને નહીં. હવે અસત્યવાદીને કહે છે–

Linked texts (1)