Viyahapannatti 227
Viyāhapannatti: ṭīkānusārī vivecana 227
- Language
- Gujarati
227
વિવેચન :–૧૪૧
સમય એટલે કાળ, તેનાથી ઉપલક્ષિત ક્ષેત્ર તે સમયક્ષેત્ર. સૂર્યગતિથી ઓળખાતો દિવસ, માસાદિ રૂપ કાળ, મનુષ્ય ક્ષેત્રમાં જ છે, આગળ નથી. કેમ કે આગળ સૂર્યો ગતિવાળા નથી. એ રીતે જીવાભિગમ વક્તવ્યતા કહેવી. તે આ રીતે - ૧૦૦૦ યોજનનો આયામ-વિષ્કંભ છે, ઈત્યાદિ. ત્યાં જંબૂદ્વીપાદિ મનુષ્ય ક્ષેત્ર વક્તવ્યતા કહી છે. જ્યોતિષ્ક વક્તવ્યતા પણ ત્યાં છે, તે અહીં ન કહેવી.
વાંચનાંતરમાં જોઈસઅટ્ઠવિહૂણં પાઠ છે. તેમાં - ભગવન્! જંબૂદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસે છે? કેટલા સૂર્યો તપે છે? કેટલા નક્ષત્રો યોગ કરે છે? ઈત્યાદિ પ્રત્યેક જ્યોતિષ્ક સૂત્રો છે. ભગવન્! આ જંબૂદ્વીપ દ્વીપ એમ કેમ કહ્યું? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે, લવણસમુદ્રની દક્ષિણે યાવત્ ત્યાં ઘણાં જંબૂવૃક્ષો જંબૂવર્ણના યાવત્ રહેલા છે, તેથી હે ગૌતમ! આ જંબૂદ્વીપ છે તેમ કહ્યું. આદિ પ્રત્યેક અર્થસૂત્રો છે એ સિવાયની જીવાભિગમની વક્તવ્યતા કહેવી. યાવત્ - આ સંગ્રહ ગાથા-અરહંત સમય બાદર૦ ત્યાં આ સંબંધથી તેનો અર્થ પ્રસંગ પ્રાપ્ત છે.
જંબૂદ્વીપાદિથી માનુષોત્તર સુધીના વર્ણનને અંતે કહ્યું છે - જ્યાં સુધી માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી મનુષ્ય લોક છે. જ્યાં સુધી અરહંત, ચક્રવર્તી યાવત્ શ્રાવિકાદિ છે, ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી સમય, આવલિકાદિ છે યાવત્ ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી સ્થૂળ અગ્નિકાય છે, સ્થૂળ વિજળી, મેઘના સ્થૂળ ગડગડાટાદિ છે ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી આગર, નિધિ, નદી છે ત્યાં સુધી આ લોક છે. ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ થાય છે, ત્યાં સુધી આલોક છે ઈત્યાદિ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit