Viyahapannatti 23
Viyāhapannatti: ṭīkānusārī vivecana 23
- Language
- Gujarati
23
વિવેચન :–૧૦
સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ એ કે - એકાર્થાનિ - અનન્ય વિષયવાળા કે એક પ્રયોજનવાળા, વિવિધ ઉદાત્તાદિ ઘોષવાળા, વિવિધ અક્ષરવાળા, ભિન્નભિન્ન અર્થવાળા છે, અહીં ચતુર્ભંગી છે.
(૧) કેટલાક પદો એકાર્થક અને એક વ્યંજનવાળા છે - ક્ષીરં ક્ષીરમ્. (૨) બીજા એકાર્થક પણ વિવિધ વ્યંજનવાળા છે. ક્ષીરમ્-પયસ્ (૩) કેટલાંક અનેક અર્થ અને એક વ્યંજનવાળા છે - આંકડાનું દૂધ, ગાયનું દૂધ. (૪) બીજા વિવિધ અર્થ અને વિવિધ વ્યંજનવાળા છે - ઘટ, પટ, લકુટ.
પ્રશ્નસૂત્રમાં બીજા અને ચોથા ભંગનું ગ્રહણ કરેલ છે. કેમ કે નવે પદો વિવિધ વ્યંજન અને અર્થવાળા છે. ઉત્તર સૂત્રમાં તો ચલનાદિ ચારે પદોને આશ્રીને બીજો ભંગ અને છિદ્યમાન આદિ પાંચે પદોમાં ચોથો ભંગ છે.
[શંકા] ‘ચલન’ આદિમાં અર્થોનો સ્પષ્ટ ભેદ છે, તો આદિ ચાર પદો સમાનાર્થ કેમ કહ્યા? ઉત્પન્ન-ઉત્પાદનો જે પક્ષ-પરિગ્રહ - X - તે વડે ઉત્પત્તિ પક્ષના અંગીકારથી એકાર્થક છે. અર્થાત્ ઉત્પાદ પર્યાયને પરિગ્રહીને એ ચારે પદો એકાર્થક કહ્યા. અથવા ઉત્પન્નપક્ષ-ઉત્પાદ નામક વસ્તુ વિકલ્પને કહેનારા એ ચારે પદો છે. આ ચારે પદો - X - નો અન્તર્મુહૂર્ત્ત કાળ હોવાથી તે પણ તુલ્ય છે. તે ઉત્પાદ નામક પર્યાય વિશિષ્ટ કેવલજ્ઞાનોત્પાદરૂપ છે. કેમ કે કર્મવિચારણામાં કર્મના નાશથી બે ફળ થાય - કેવલજ્ઞાન અને મોક્ષ. આ ચારે પદો કેવલજ્ઞાનના ઉત્પાદવિષયક હોવાથી એકાર્થક કહ્યા. કેમ કે જીવે પૂર્વે ક્યારેય કેવલજ્ઞાન પર્યાય પ્રાપ્ત કર્યો નથી, વળી તેને માટે જ પુરૂષના પ્રયાસ હોવાથી તે જ કેવલજ્ઞાનનો ઉત્પાદરૂપ પર્યાય અહીં સ્વીકાર્યો છે. આ ચારે પદો એકાર્થક હોવા છતાં તેઓનો આ અર્થ સામર્થ્ય પ્રાપિત ક્રમ યુક્ત છે. અર્થાત્ પહેલા કર્મ ચાલે છે - સ્થિતિક્ષયથી કે ઉદીરણા બળથી બંને રીતે ઉદયમાં આવેલ કર્મ વેદાય છે. - X - તે કર્મ વેદાયા પછી જીવથી જુદું પડે છે. - X - આ વૃત્તિકારની વ્યાખ્યા છે.
બીજા આ રીતે વ્યાખ્યા કરે છે - આ ચારે પદો સ્થિતિબંધાદિ વિશેષરહિત - સામાન્ય કર્માશ્રિત હોવાથી એકાર્થક છે, કેવલજ્ઞાનના ઉત્પાદ પક્ષના સાધક છે, ચલનાદિ ચાર પદો એકાર્થક છે, એમ કહેવાથી શેષ પાંચે પદો અનેકાર્થક થશે. છતાં સાક્ષાત્ પ્રતિપાદનાર્થે કહે છે –
છિદ્યમાન્ આદિ સ્પષ્ટ છે. વિશેષ નાનાર્થક આ પ્રમાણે - છેદાતું તે છેદાયું. આ વાક્ય સ્થિતિબંધ સાપેક્ષ છે. કેમ કે અંતકાળમાં યોગનિરોધ કરનાર સયોગીકેવલી દીર્ઘકાળ સ્થિતિક વેદનીય, નામ, ગોત્ર એ ત્રણે પ્રકૃતિના સર્વ અપવર્તનાકરણથી અન્તર્મુહૂર્ત્ત સ્થિતિ પરિમાણ વાળું કરે છે. ‘ભેદાતું તે ભેદાયું’ અનુભાગબંધ આશ્રિત છે. જે કાળે સ્થિતિઘાત કરે તે જ કાળે રસઘાત કરે છે. - X - આ પદ રસઘાત કરવાના અર્થવાળું હોવાથી સ્થિતિઘાતાર્થ પદથી ભિન્ન અર્થવાળું છે.
‘બળતું તે બળ્યું’ એ પદ પ્રદેશબંધ આશ્રિત છે. અનંત પ્રદેશાત્મક અનંત સ્કંધોને કર્મ ઉત્પાદન કરવું તે પ્રદેશબંધ છે. પાંચ હ્રસ્વાક્ષર ઉચ્ચારકાળ જેટલા પરિમાણવાળી અને અસંખ્યાત્મક સમયયુક્ત ગુણશ્રેણિની રચનાથી પૂર્વરચિત અને અંતિમ સમય સુધી પ્રતિસમયે ક્રમથી અસંખ્યાતગુણ વૃદ્ધ કર્મ પુદ્ગલોના દહનને દાહ કહે છે. તે શૈલેશી અવસ્થામાં શુક્લ ધ્યાનના ચોથા પાદરૂપ ધ્યાનાગ્નિથી થાય છે. એ રીતે આ પદ દહનાર્થક હોવાથી પૂર્વ પદોથી ભિન્નાર્થક છે. - X - અહીં મોક્ષાધિકારમાં મોક્ષ સાધક ઉક્તલક્ષણ કર્મવિષયક દાહ ગ્રહણ કરવો.
‘મરતું તે મર્યુ’ આ પદ આયુઃકર્મ વિષયક છે. કેમ કે આયુ સંબંધી પુદ્ગલોનો પ્રતિસમય ક્ષય એ જ મરણ છે. આ રીતે તે ભિન્નાર્થ છે. ‘મરતું તે મર્યુ’ પદથી આયુકર્મ કહેવાયું. - X - જીવથી આયુકર્મ દૂર થતાં તે મરે છે. અહીં - X - મરણ વિશિષ્ટ જ સ્વીકારવું. કેમ કે સંસારમાં વર્તતાં દુઃખરૂપી મરણો અનેક વખતે અનુભવ્યા તે ન લેવા. અહીં મરણ પદથી સર્વકર્મ ક્ષયનું સહચારી તથા મોક્ષના કારણભૂત મરણ વિવક્ષિત છે.
‘નિર્જરાતું નિર્જરાયુ’ સકલ કર્મોના અભાવ વિષયક છે જીવે પૂર્વે તે અનુભવ્યું નથી. સર્વ કર્મના અભાવરૂપ નિર્જરાર્થ હોવાથી તે ભિન્ન છે. આ પદો વિશેષે કરી નાનાર્થક છે. પણ તે - X - વિગત-અવસ્થાંતર અપેક્ષાએ વસ્તુનો વિનાશ, તે જ પક્ષ એટલે વસ્તુધર્મ અથવા પક્ષ એટલે પરિગ્રહ, તે વિગત પક્ષને આ પાંચ પદો કહેનારા છે. અહીં વિગત એટલે અશેષ કર્મનો અભાવ ઈષ્ટ છે. કેમ કે જીવે તેને પૂર્વે પ્રાપ્ત કરેલ નથી. તેથી તે અત્યંત ઉપાદેય છે. વળી તેને માટે જ પુરૂષનો પ્રયાસ છે. આ પાંચ પદો આ રીતે વિગમાર્થક છે –
(૧) છિદ્યમાન પદમાં સ્થિતિખંડન વિગમ કહ્યો. (૨) ભિદ્યમાન પદમાં અનુભાવભેદ વિગમ કહ્યો. (૩) દહ્યમાન પદમાં કર્મદાહ વિગમ છે. (૪) મિયમાણમાં આયુઃકર્મ વિગમ છે. (૫) નિર્જિયમાણમાં અશેષકર્માભાવ વિગમ છે. આ કારણે આ પાંચ પદો વિગતપક્ષને કહેનારા છે.
- X - આ સૂત્ર ક્યા અભિપ્રાયથી રચેલ છે? કેવલજ્ઞાનોત્પાદ અને સર્વ કર્મનો નાશ કહેવારૂપ સૂત્રના અભિપ્રાયથી વ્યાખ્યા વડે નિર્ણય કર્યો. સિદ્ધસેનાચાર્ય પણ કહે છે – ઉત્પદ્યમાન કાલિક દ્રવ્યને ઉત્પન્ન કાલિક પ્રરૂપનાર, વિગચ્છત્કાલિક દ્રવ્યને વિગત કાલિક પ્રરૂપનાર ભગવન્ દ્રવ્યને ત્રિકાલ વિષયક વિશેષિત કરે છે. - X - ઉત્પન્ન પદથી અતીતકાલ વિષયક દ્રવ્ય કહ્યું, વિગચ્છત્ પદથી પણ એમ જ કહ્યું. એ પ્રમાણે ઉત્પદ્યમાનાદિનું પ્રરૂપણકર્તા તેને ત્રિકાલ વિષયક કહે છે.
કેટલાંક - સૂત્રમાં કર્મપદ કહ્યું નથી માટે ‘ચલન’ આદિ પદોની વ્યાખ્યા સામાન્યથી કરે છે, કર્માપેક્ષાએ નહીં. જેમકે - (૧) ચલન એટલે અસ્થિરત્વ પર્યાયથી વસ્તુનો ઉત્પાદ (૨) વ્યેજમાન એટલે કંપતું વ્યેજિત એટલે કંપ્યું. કંપવું એ સ્વસ્વરૂપ અપેક્ષાએ ઉત્પાદ જ છે. (૩) ઉદીરવું એટલે સ્થિર હોય તેને પ્રેરવું, તે પ્રેરણ એ જ ચલન છે. (૪) પ્રભ્રષ્ટ થતું તે પ્રભ્રષ્ટ થયું, પ્રહીયમાણ એટલે પડતું, પ્રહીણ તે પડ્યું. અહીં પ્રહાણ-ભ્રષ્ટ થવું એ પણ ચલન જ છે. ચલન આદિ ચાર પદ ગત્યર્થક હોવાથી સમાનાર્થક છે. ચલત્વાદિ પર્યાયથી ચાર પદો ઉત્પાદ લક્ષણ પક્ષને કહેનારા છે. તથા છેદ, ભેદ, દાહ, મરણ, નિર્જરા એ પાંચને પૂર્વોક્ત કર્મ વિષયથી અન્ય વિષયમાં પણ વ્યાખ્યાત કરવા.
તેઓની વ્યાખ્યા પ્રતીત છે. આ પાંચનું ભિન્નાર્થપણું આ રીતે છે – કુહાડાથી લતાનો કાપવું તે છેદ, ભાલાથી શરીર કાપવું તે ભેદ, અગ્નિથી બાળવું તે દાહ, પ્રાણ ત્યાગ તે મરણ, અતિ પુરાણું થવું તે નિર્જરા. આ બધાં પદો ભિન્નાર્થક છે તો પણ સામાન્યથી વિનાશને કહેનારા છે. આ સામાન્ય પ્રકારે ‘ચાલતું તે ચાલ્યું’ વગેરે અતત્ત્વરૂપ હોવાથી તેનું નિરૂપણ શા માટે કર્યુ? - X - અહીં નિશ્ચયનયમતથી વસ્તુ સ્વરૂપને જણાવવાનું આરંભેલ હોવાથી ચલનાદિ પદનું નિરૂપણ તાત્વિક છે. તેમાં અતત્ત્વરૂપ જ અસિદ્ધ છે. વિશેષથી જાણવા વિશેષાવશ્યક અને જમાલિ ચરિત્ર જોવા.
અહીં પ્રશ્નોત્તર સૂત્રમાં મોક્ષતત્ત્વ વિચાર્યુ, મોક્ષ જીવોને હોય, જીવોના નૈરયિકાદિ ૨૪-ભેદ છે - નૈરયિક, ૧૦ અસુરકુમારો, પાંચ પૃથ્વીકાયાદિ, ૩-બેઈન્દ્રિયાદિ, પંચેન્દ્રિય તિર્યંચ અને નર તથા વ્યંતરાદિ-૩.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit