Viyahapannatti 230
Viyāhapannatti: ṭīkānusārī vivecana 230
- Language
- Gujarati
230
વિવેચન :–૧૪૨, ૧૪૩
અસ્તિ એટલે પ્રદેશ, તેની રાશિ એટલે અસ્તિકાય અથવા અસ્તિ એ ત્રણે કાળનો સૂચક નિપાત છે. અર્થાત્ જે થયા છે, થાય છે, થશે એવા પ્રદેશોનો સમૂહ તે ‘અસ્તિકાય’. ધર્માસ્તિકાયાદિનો આ જ ક્રમ છે. માંગલિકત્વથી ધર્માસ્તિકાય પહેલાં કહ્યું, પછી તેના વિપક્ષ રૂપ અધર્માસ્તિકાય, પછી તેના આધારરૂપ આકાશાસ્તિકાય કહ્યું. પછી અનંતત્વ-અમૂર્તત્વ-સાધર્મ્યતાથી જીવાસ્તિકાય લીધું. તેના ઉપયોગીપણાથી પછી પુદ્ગલાસ્તિકાય મૂક્યું.
વર્ણાદિ રહિત હોવાથી અરૂપી-અમૂર્ત છે. પણ તે ધર્મ રહિત નથી. તે દ્રવ્યથી શાશ્વત અને પ્રદેશથી અવસ્થિત છે. પાંચ અસ્તિકાય એ લોકના અંશરૂપ દ્રવ્ય છે. ભાવથી એટલે પર્યાયથી, ગુણથી એટલે કાર્યથી. માછલાને પાણીની માફક ગતિપરિણત જીવ-પુદ્ગલોને ગતિમાં સહાયક છે. અધર્માસ્તિકાય-સ્થિતિપરિણત જીવ-પુદ્ગલોને સ્થિતિમાં સહાયક છે. જીવાદિને અવકાશનું કારણ છે માટે આકાશાસ્તિકાય અવગાહના ગુણવાળું છે. ઉપયોગ એટલે સાકાર-નિરાકાર ચૈતન્ય ગુણ. ગ્રહણ એટલે પરસ્પર સંબંધ. કેમ કે ઔદારિકાદિ અનેક પુદ્ગલો સાથે જીવનો સંબંધ છે.
જેમ ચક્રનો ખંડ ચક્ર ન કહેવાય, પણ આખું ચક્ર જ ચક્ર કહેવાય. એ રીતે એક પ્રદેશ ન્યૂન પણ તે ધર્માસ્તિકાય ન કહેવાય. આ નિશ્ચય નયનો મત છે. વ્યવહારનયથી એક દેશ ન્યૂન પણ વસ્તુ વસ્તુ જ કહી. જેમ ઘટનો ખંડ પણ ઘટ કહેવાય. છિન્ન કર્ણ હોય તો પણ કૂતરો કૂતરો કહેવાય. - X - હવે શું વળી - થોડાં ઘણાં પદાર્થો પણ પદાર્થો કહેવાય કેમ કે સર્વ શબ્દ એકદેશીયતાનો સૂચક છે. અહીં સર્વ શબ્દની પ્રવૃત્તિ ન થાય, તે માટે કહ્યું પુરેપુરા - સર્વ પ્રકારે બધાં, તે સ્વભાવરહિત પણ હોય, માટે કહ્યું – પ્રતિપૂર્ણ. - X - વળી કહે છે – નિરવશેષ એટલે પ્રદેશાંતરથી પણ સ્વસ્વભાવે ન્યૂન નહીં, ધર્માસ્તિકાયરૂપ એક શબ્દથી કહી શકાય તેવા અથવા આ બધાં શબ્દો સમાનાર્થી છે. ધર્મ-અધર્મ બંનેના અસંખ્ય પ્રદેશો કહ્યા. આકાશાદિના અનંતા કહ્યા, કેમ કે તે ત્રણે અનંત પ્રદેશાત્મક છે. જીવનો ઉપયોગ ગુણ પૂર્વે કહ્યો. તેના દેશભૂત ગુણને કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit