Viyahapannatti 231
Viyāhapannatti: ṭīkānusārī vivecana 231
- Language
- Gujarati
231
‘ભગવતી’ સૂત્ર-૧૪૪ :– [૨/૧૦/૧૪૪]
ભગવન્! ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમી જીવ આત્મભાવથી જીવ ભાવને દેખાડે છે એમ કહેવાય? હે ગૌતમ! હા, કહેવાય. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! જીવ અનંત આભિનિબોધિક જ્ઞાન પર્યવોના, એ રીતે શ્રુત-અવધિ - મનઃપર્યવ - કેવળજ્ઞાનના અનંત પર્યવોના, મતિ-શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાનના પર્યવોના, ચક્ષુ-અચક્ષુ-અવધિ-કેવલદર્શનના અનંત પર્યવોના ઉપયોગને પામે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. તેથી એમ કહેવાય કે જીવ સઉત્થાનાદિથી યાવત્ જીવભાવ દેખાડે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit