Viyahapannatti 233
Viyāhapannatti: ṭīkānusārī vivecana 233
- Language
- Gujarati
233
‘ભગવતી’ સૂત્ર-૧૪૫ :– [૨/૧૦/૧૪૫]
ભગવન્! આકાશ કેટલા પ્રકારે છે? ગૌતમ! બે ભેદે - તે આ - લોકાકાશ અને અલોકાકાશ.
ભગવન્! શું લોકાકાશ એ જીવો છે, જીવદેશ છે, જીવપ્રદેશ છે, અજીવ છે, અજીવદેશ છે, અજીવપ્રદેશ છે? ગૌતમ! તે જીવ પણ છે, જીવદેશ-જીવપ્રદેશ પણ છે, અજીવ પણ છે, અજીવદેશ-અજીવપ્રદેશ પણ છે. જે જીવો છે તે નિયમા એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયો અને અનિન્દ્રિયો છે. જે જીવદેશો છે તે નિયમા એકેન્દ્રિય દેશો યાવત્ અનિન્દ્રિય દેશો છે. જે જીવપ્રદેશો છે, તે નિયમા એકેન્દ્રિયપ્રદેશો યાવત્ અનિન્દ્રિયપ્રદેશો છે. અજીવો બે ભેદે છે. તે આ - રૂપી અને અરૂપી. રૂપી ચાર ભેદે છે, તે આ – સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ પુદ્ગલો. અરૂપી પાંચ ભેદે છે તે આ – ધર્માસ્તિકાય, નોધર્માસ્તિકાયદેશ, ધર્માસ્તિકાય પ્રદેશો, અધર્માસ્તિકાય, નોઅધર્માસ્તિકાય દેશ, અધર્માસ્તિકાયપ્રદેશ, અદ્ધાસમય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit