Pramāṇa · Search · About · API

Viyahapannatti 232

Viyāhapannatti: ṭīkānusārī vivecana 232

Language
Gujarati

232

વિવેચન :–૧૪૪
ઉત્થાનાદિ વિશેષણ હોવાથી અહીં મુક્ત જીવ લેવાનો નથી. આત્મભાવથી - ઉઠવું, સૂવું, જવું, ખાવું આદિ આત્મ પરિણામ વિશેષ. જીવત્વ-ચૈતન્યને દેખાડે છે એમ કહેવાય કેમ કે જ્યારે વિશિષ્ટ ચેતના શક્તિ હોય ત્યારે વિશિષ્ટ ઉત્થાનાદિ હોય.
પર્યવ એટલે બુદ્ધિથી કરેલ વિભાગ. આભિનિબોધિક જ્ઞાનના તે પર્યવો અનંત હોય એથી ઉત્થાનાદિ ભાવે વર્તનો આત્મા તે સંબંધી ઉપયોગને આભિનિબોધિક જ્ઞાનના પર્યવરૂપ એક પ્રકારના ચૈતન્યને પામે છે.
[શંકા] ઉત્થાનાદિ આત્મભાવમાં વર્તતો જીવ જ્ઞાનાદિના ઉપયોગને પામે, તો શું તેણે પોતાનું ચૈતન્ય પ્રકાશ્યુ કહેવાય? પૂર્વ પ્રમાણે - ઉત્થાનાદિરૂપ આત્મભાવ દ્વારા ઉપયોગરૂપ જીવભાવને દર્શાવે છે એમ કહેવાય.
જીવ ચિંતા સૂત્ર કહ્યું. હવે તેનો આધાર ‘આકાશચિંતા’ કહે છે–

Linked texts (1)