Pramāṇa · Search · About · API

Viyahapannatti 234

Viyāhapannatti: ṭīkānusārī vivecana 234

Language
Gujarati

234

વિવેચન :–૧૪૫
લોકાકાશ, અલોકાકાશનું સ્વરૂપ આ છે – જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો રહે તે ક્ષેત્ર, તે દ્રવ્યો સહિત લોક અને તેથી ઉલટું તે અલોક. લોકાકાશાદિમાં છ પ્રશ્નો છે. તેમાં લોકાકાશરૂપ અધિકરણમાં સંપૂર્ણ જીવદ્રવ્યો છે. જીવના બુદ્ધિકલ્પિત બે વગેરે વિભાગો તે જીવદેશ. જીવ દેશના જ બુદ્ધિકલ્પિત નિર્વભાગ પ્રકૃષ્ટ દેશો તે જીવપ્રદેશો. અજીવો એટલે ધર્માસ્તિકાય આદિ.
(શંકા) લોકાકાશમાં જીવ, અજીવ છે એમ કહેવાથી જીવો અને અજીવોના દેશો, પ્રદેશો છે જ તે જણાય છે, કેમ કે તે દેશાદિ જીવ થકી નોખા નથી. તો પછી જીવ-અજીવના ગ્રહણ પછી દેશાદિનું ગ્રહણ શા માટે? – એવું નથી, જીવાદિ અવયવરહિત વસ્તુ છે તે મતના નિવારણ માટે છે. [પૂર્વે છ પ્રશ્નો કહ્યા, તેનો ઉત્તર આ છે–]
જીવા વિ. સૂત્રથી આદિ ત્રણ પ્રશ્નોના ઉત્તરો કહ્યા છે. છેલ્લા ત્રણ પ્રશ્નોનો ઉત્તર આ છે - પુદ્ગલો મૂર્ત છે. ધર્માસ્તિકાયાદિ અમૂર્ત છે. પરમાણુનો સમૂહ તે સ્કંધો, તેના બે વગેરે વિભાગ તે સ્કંધદેશો, તેના અવિભાજ્ય અંશો તે સ્કંધ પ્રદેશો. સ્કંધભાવને નહીં પામેલા પરમાણુ તે પરમાણુ પુદ્ગલો. તેથી લોકાકાશમાં રૂપી દ્રવ્યાપેક્ષાથી અજીવો, અજીવ દેશો, અજીવ પ્રદેશો પણ છે. અજીવ ગ્રહણથી તે ગ્રાહ્ય છે.
અરૂપીના અન્ય સ્થાને દશ ભેદ કહ્યા – આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાય દેશ, આકાશાસ્તિકાય પ્રદેશ, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદો અને દશમો સમય. અહીં ત્રણ ભેદવાળા આકાશને આધાર રૂપે ગણેલ છે, તેથી આધેયના સાત ભેદ કહ્યા. પણ તેની અહીં વિવક્ષા કરી નથી, તેનું કારણ આગળ જણાવશે.
જેની વિવક્ષા કરી છે તે પાંચ, કેવી રીતે? જીવો અને પુદ્ગલો ઘણાં છે માટે એક જ જીવ કે પુદ્ગલ જ્યાં સમાઈ શકે તેટલી જ જગ્યામાં અનેક જીવો અને પુદ્ગલો સમાઈ શકે છે. તેથી જીવો અને પુદ્ગલો તથા તેઓના દેશો, પ્રદેશો સંભવે છે, તેથી જીવો, જીવદેશો અને જીવપ્રદેશો તથા રૂપી દ્રવ્યની અપેક્ષાએ અજીવો, અજીવ દેશો અને અજીવ પ્રદેશો એમ કહેવું સંગત છે કેમ કે એક જ આશ્રયમાં જુદી જુદી ત્રણ વસ્તુનો સદ્ભાવ છે. ધર્માસ્તિકાયાદિમાં તો બે જ સંભવે છે. જ્યારે સંપૂર્ણ વસ્તુની વિવક્ષા થાય ત્યારે ધર્માસ્તિકાયાદિ કહેવાય છે. જ્યારે તેની અંશ વિવક્ષામાં તેના પ્રદેશ કહેવાય. કેમ કે તેમનું અવસ્થિતરૂપત્વ છે. તેના દેશની કલ્પના અયુક્ત છે કેમ કે તે અવસ્થિત રૂપવાળા નથી. જો કે જીવાદિ દેશો પણ અનવસ્થિતરૂપ છે. તો પણ તેઓના એક આશ્રયમાં ભેદના સંભવથી પ્રરૂપણા કરી છે અને ધર્માસ્તિકાયાદિમાં તેમ નથી કેમ કે તે એક છે, સંકોચાદિ ધર્મરહિત છે. માટે જ તેનો નિષેધ કરવા નોધર્માસ્તિકાયદેશાદિ કહ્યું.
ચૂર્ણિકાર પણ કહે છે – અરૂપી દ્રવ્યો ‘સમુદય’ શબ્દથી કહેવાય છે અથવા તેને પ્રદેશથી કહેવા, પણ ‘દેશ’ શબ્દથી ન કહેવા. કેમ કે તેઓના દેશોનું અનવસ્થિત પ્રમાણ છે. તેથી ‘દેશ’ શબ્દથી તેનો નિર્દેશ ન કરવો. વળી જે ‘દેશ’થી નિર્દેશ છે. તે સવિષય-ગત વ્યવહાર-પરદ્રવ્ય સ્પર્શનાદિ ગત વ્યવહારસ્થ છે. તેમાં સ્વવિષયમાં ધર્માસ્તિકાયાદિ વિષયમાં જે દેશ શબ્દનો વ્યવહાર - જેમકે - ધર્માસ્તિકાય પોતાના દેશ વડે ઉર્ધ્વ લોકાકાશને સ્પર્શે છે ઈત્યાદિ. અદ્ધાસમય - અદ્ધા એટલે કાળ, સમય એટલે ક્ષણ. તે એક જ વર્તમાન ક્ષણ લક્ષણ છે. કેમ કે ભૂતકાળ, ભાવિકાળ અસત્‌ રૂપ છે. - - લોકાકાશના છ પ્રશ્નોના ઉત્તર કહ્યા. હવે અલોકાકાશ–

Linked texts (1)