Viyahapannatti 235
Viyāhapannatti: ṭīkānusārī vivecana 235
- Language
- Gujarati
235
‘ભગવતી’ સૂત્ર-૧૪૬, ૧૪૭ :– [૨/૧૦/૧૪૬, ૧૪૭]
[૧૪૬] ભગવન્ ! શું અલોકાકાશ એ જીવો છે? વગેરે પૂર્વવત્ પૃચ્છા, હે ગૌતમ! તે જીવો નથી યાવત્ અજીવના પ્રદેશો પણ નથી, તે એક અજીવદ્રવ્ય દેશ છે. અગુરુલઘુ તથા અગુરુલઘુરૂપ અનંત ગુણોથી સંયુક્ત છે અને અનંત ભાગ ન્યૂન સર્વાકાશરૂપ છે.
[૧૪૭] ધર્માસ્તિકાય, ભગવન્ ! કેટલો મોટો છે? ગૌતમ ! તે લોક, લોકમાત્ર, લોકપ્રમાણ, લોકસ્પૃષ્ટ, લોકને જ સ્પર્શીને રહ્યો છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય, લોકાકાશ, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય એ પાંચે સંબંધે એક સરખો જ આલાવો છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit