Pramāṇa · Search · About · API

Viyahapannatti 236

Viyāhapannatti: ṭīkānusārī vivecana 236

Language
Gujarati

236

વિવેચન :–૧૪૬, ૧૪૭
[૧૪૬] જેમ લોકાકાશના પ્રશ્નો કર્યા તેમ અલોકાકાશના જાણવા. - ભગવન્‌! અલોકાકાશમાં જીવ, જીવ દેશ યાવત્‌ અજીવ પ્રદેશ છે? આ છે એ નથી. અલોકાકાશનું દેશત્વ લોકાલોકરૂપ આકાશ દ્રવ્યના એક ભાગરૂપ છે. કેમ કે તે ગુરુલઘુ નથી. સ્વ-પર પર્યાયરૂપ અગુરુલઘુ સ્વભાવવાળા અનંત ગુણોથી યુક્ત છે, કેમ કે અલોકાકાશની અપેક્ષાએ લોકાકાશ અનંત ભાગરૂપ છે.
અનંતરોક્ત ધર્માસ્તિકાયાદિને પ્રમાણથી નિરૂપે છે –
[૧૪૭] ધર્માસ્તિકાય કેટલો મોટો છે? લોકના માપથી કે લોકના વ્યપદેશથી તેને લોક (રૂપ) કહ્યો છે. કહે છે – પંચાસ્તિકાયમય લોક છે, ઈત્યાદિ. અથવા તે લોકમાં રહેલો છે. - X - તે લોક પરિમાણ છે. કિંચિત્‌ ન્યૂન હોવા છતાં વ્યવહારથી લોક પ્રમાણ કહ્યો છે. લોકના પ્રદેશો જેટલા ધર્માસ્તિકાયના પ્રદેશો છે. તે અન્યોન્ય અનુબંધ વડે રહેલ છે. પોતાના બધાં પ્રદેશો વડે લોકને અડકીને રહેલો છે. હમણાં કહ્યું – પુદ્ગલાસ્તિકાય લોકને અડકીને રહ્યો છે. સ્પર્શના અધિકારથી અધોલોકાદિમાં ધર્માસ્તિકાય સ્પર્શના કહે છે–

Linked texts (1)