Pramāṇa · Search · About · API

Viyahapannatti 239

Viyāhapannatti: ṭīkānusārī vivecana 239

Language
Gujarati

239

‘ભગવતી’ સૂત્ર-૧૪૯, ૧૫૦ :– [૨/૧૦/૧૪૯, ૧૫૦]
[૧૪૯] ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વી શું ધર્માસ્તિકાયના સંખ્યાત ભાગને સ્પર્શે છે કે અસંખ્યાત ભાગને કે સંખ્યાત ભાગોને કે અસંખ્યાત ભાગોને કે તેને આખાને સ્પર્શે છે? ગૌતમ! તે સંખ્યાત ભાગને નથી સ્પર્શતી, પણ અસંખ્યાત ભાગને સ્પર્શે છે, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો કે આખાને સ્પર્શતી નથી.
ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીના અવકાશાંતર, ઘનોદધિની ધર્માસ્તિકાય વિશે પૃચ્છા - શું સંખ્યાતભાગને સ્પર્શે છે? ઈત્યાદિ. જેમ રત્નપ્રભા વિશે કહ્યું, તેમ ઘનોદધિ, ઘનવાત, તનુવાતને કહેવા.
ભગવન્‌! આ રત્નપ્રભાનું અવકાશાંતર ધર્માસ્તિકાયના શું સંખ્યાત ભાગને સ્પર્શે છે? ઈત્યાદિ. ગૌતમ! સંખ્યાત ભાગને સ્પર્શે પણ અસંખ્યાત ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને, બધાંને ન સ્પર્શે.
એ રીતે રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યું તેમ બધાં અવકાશાંતર જાણવા. યાવત્‌ સાતમી પૃથ્વી સુધી સમજવું. તથા જંબૂદ્વીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો, સૌધર્મકલ્પ યાવત્‌ ઈષત્‌ પ્રાગ્ભારા પૃથ્વી, તે બધાં પણ અસંખ્યાત ભાગને સ્પર્શે છે. બાકીની સ્પર્શનાનો નિષેધ કરવો.
એ પ્રમાણે અધર્માસ્તિકાય, લોકાકાશને કહેવા.
[૧૫૦] પૃથ્વી, ઉદધિ, ઘનવાત, તનુવાત, કલ્પો, ગ્રૈવેયક, અનુત્તરો, સિદ્ધિ એ બધાંના અંતરો ધર્માસ્તિકાયના સંખ્યાત ભાગને સ્પર્શે છે અને બાકી બધાં અસંખ્યાત ભાગને સ્પર્શે છે.

Linked texts (1)