Viyahapannatti 245
Viyāhapannatti: ṭīkānusārī vivecana 245
- Language
- Gujarati
245
વિવેચન :–૧૫૨
‘તેણં કાલેણં’ આદિ સુગમ છે, વિશેષ આ - તે કેવારૂપે મોટી ઋદ્ધિવાળો છે? અથવા તેની ઋદ્ધિ કેવી મોટી છે? - X - ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળા તે સામાનિક. મંત્રી જેવા દેવો તે ત્રાયસ્ત્રિંશક. યાવત્ શબ્દથી ચાર લોકપાલ, પાંચ અગ્રમહિષી સપરિવાર, ત્રણ પર્ષદા, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ચમરચંચા રાજધાનીમાં રહેતા દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, ભર્તુત્વ, આજ્ઞાની પ્રધાનતાથી સેનાપતિપણું કરાવતો, પળાવતો, મહા અહત-નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તલ-તાલ-ત્રુટિત-ઘનમૃદંગના શબ્દો વડે દિવ્ય ભોગ ભોગવતો રહે છે.
આધિપત્ય - અધિપતિકર્મ, પુરોવર્તીત્વ - અગ્રગામિપણું, સ્વામિત્વ - સ્વસ્વામિભાવ, ભર્તૃત્વ - પોષકપણું, આજ્ઞેશ્વર - આજ્ઞા પ્રધાન એવા જે સેનાપતિઓ, તેની પાસે આજ્ઞા પળાવતો, - X - મોટા અવાજ વડે - આહત - આખ્યાનકવાળી અથવા અહત - અવ્યાહત, નાટ્ય, ગીત, વાજિંત્ર, તથા વીણા, હસ્તતાલ, કંસિકા, બીજા વાજિંત્રો, મેઘ જેવો ગંભીર મૃદંગ ધ્વનિ, આ બધાંને દક્ષપુરુષો વગાડી રહ્યા છે, તેનો જે અવાજ તેવા ભોગને યોગ્ય શબ્દાદિ ભોગો. એવા મહર્દ્ધિક છે.
જેમ કોઈ યુવાન યુવતિને કામવશ થઈ ગાઢતર ગ્રહણ કરે, નિરંતર-હસ્તાંગુલિ વડે દૃઢ આલિંગે અથવા ચક્રની આરા યુક્ત નાભિ વિધિપૂર્વક આરાથી સંબદ્ધ હોય અથવા જે ધરીમાં આરાઓ ફસાવાયેલ હોય (અથવા) ઘણાં દેવો વડે જંબૂદ્વીપને ભરી દે. વૃદ્ધ વ્યાખ્યા - જેમ યાત્રાદિમાં યુવાનને હાથ વળગેલ યુવતિ જતી હોય તેમ જે રૂપો વિકુર્વે તેને એક કરી પ્રતિબદ્ધ. અથવા ચક્રની નાભિ જે રીતે આરાથી પ્રતિબદ્ધ ઘન, નિશ્ચિદ્ર દેખાય. એ રીતે પોતાના શરીર સાથે પ્રતિબદ્ધ દેવ-દેવી વડે.
વૈક્રિય રૂપો કરવા પ્રયત્ન વિશેષથી પ્રદેશોને ફેંકે છે તેનું સ્વરૂપ કહે છે – ઊંચો, નીચો, લાંબો દંડ શરીર પ્રમાણ જીવપ્રદેશકર્મ પુદ્ગલ સમૂહ કરે. તે માટે કર્કેતનાદિ રત્નોના, - જો કે રત્નોના પુદ્ગલ ઔદારિક છે, તો પણ વૈક્રિય સમુદ્ઘાતમાં વૈક્રિય જ લેવા - X - બીજા કહે છે - ઔદારિકપણે લે તો પણ વૈક્રિયપણે પરિણમે છે. યાવત્ શબ્દથી અહીં વજ્ર, વૈડુર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, રત્ન, જાત્યરૂપ, અંજનપુલાકો અને સ્ફટિક રત્નો લેવા.
દંડ નિઃસરણ દ્વારા અસારબાદર પુદ્ગલોને ખંખેરી નાંખે પ્રજ્ઞાપના ટીકાનુસાર-પ્રાગ્બદ્ધ સ્થૂલ વૈક્રિય શરીરી નામકર્મ પુદ્ગલોને ત્યજી દે. - X - યથા સૂક્ષ્મ સાર પુદ્ગલો ગ્રહણ કરે. - X - બીજી વખત પણ સમુદ્ઘાત કરી ઈચ્છિત રૂપ બનાવે. પોતાનું કાર્ય પૂરેપુરું કરવા શક્તિમાન અથવા કેવલજ્ઞાન સદૃશ સંપૂર્ણ. આકીર્ણ - આદિ એકાર્થક છે, તે અત્યંત વ્યાપ્તિ જણાવવા કહ્યા છે. આ સામર્થ્ય અતિશય વર્ણન છે. વૈક્રિય શક્તિથી તે આટલા રૂપો બનાવી શકે તે વિષય છે પણ ક્રિયા નથી. પણ વિકુર્વેલ નથી, વિકુર્વતો નથી, વિકુર્વશે નહીં - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit