Viyahapannatti 248
Viyāhapannatti: ṭīkānusārī vivecana 248
- Language
- Gujarati
248
‘ભગવતી’ સૂત્ર-૧૫૬ :– [૩/૧/૧૫૬]
ભગવન્! જો દેવેન્દ્ર દેવરાજ શક્રની આવી મહાઋદ્ધિ યાવત્ આટલું વિકુર્વણા સામર્થ્ય છે, તો પ્રકૃતિભદ્રક યાવત્ વિનિત નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપોકર્મપૂર્વક આત્માને ભાવતા, પ્રતિપૂર્ણ આઠ વર્ષ શ્રામણ્ય પર્યાય પાળીને માસિક સંલેખના વડે આત્માને સંયોજી ૬૦ ભક્તનું અનશનથી છેદન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત, કાળ માસે કાળ કરીને આપ દેવાનુપ્રિયનો શિષ્ય તિષ્યક નામે અણગાર સૌધર્મ કલ્પમાં, પોતાના વિમાનમાં, ઉપપાતસભાના દેવશયનીયમાં દેવદૂષ્યથી અંતરિત, અંગુલના અસંખ્ય ભાગ માત્ર અવગાહનાથી દેવેન્દ્ર શક્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયો છે, તે નવીન ઉત્પન્ન તીષ્યક દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્ત ભાવને પામે છે. તે આ –
આહાર, શરીર, ઈન્દ્રિય, આનપ્રાણ, ભાષામનઃ પર્યાપ્તિ. ત્યારે તે તીષ્યક દેવ પર્યાપ્તિભાવ પામ્યા પછી, સામાનિક પર્ષદાનાં દેવો, તેને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય વડે વધાવે છે. વધાવીને આમ કહે છે –
અહો દેવાનુપ્રિયે! આપે દિવ્ય-દેવર્ધિ, દેવદ્યુતિ, દેવપ્રભાવ લબ્ધ, પ્રાપ્ત અભિસન્મુખ કર્યો છે. જેવી દિવ્ય-દેવર્ધિ, દેવદ્યુતિ, દેવપ્રભાવ આપ દેવાનુપ્રિયે લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ કર્યો છે, તેવી દિવ્ય-દેવર્ધિ, દેવદ્યુતિ, યાવત્ અભિસન્મુખ દેવરાજ શક્રે પણ યાવત્ આણી છે. જેવી દિવ્ય દેવઋદ્ધિ યાવત્ શક્રે લબ્ધ કરી છે, તેવી યાવત્ આપે પણ સામે આણેલી છે તો હે ભગવન્! તિષ્યક દેવ મહાઋદ્ધિકાદિ છે?
ગૌતમ! તિષ્યક દેવ મહાઋદ્ધિ યાવત્ મહાપ્રભાવી છે. તે ત્યાં પોતાના વિમાન, ૪૦૦૦ સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્ર મહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા ઘણાં દેવ-દેવીઓ ઉપર આધિપત્ય કરતા યાવત્ વિચરે છે. આવી મોટી ઋદ્ધિવાળો યાવત્ આટલા વિકુર્વણા સામર્થ્યવાળો-જેમ કોઈ યુવાન યુવતીના હાથને દૃઢ પકડે યાવત્ શક્રના જેવી વિકુર્વણા શક્તિવાળો યાવત્ હે ગૌતમ! તિષ્યક દેવની આ શક્તિ-વિષય માત્ર કહી છે. પણ સંપ્રાપ્તિ વડે યાવત્ વિકુર્વશે નહીં.
ભગવન્! જો તિષ્યક દેવ મહાઋદ્ધિક યાવત્ આટલી વિકુર્વણા શક્તિ છે, તો દેવેન્દ્ર દેવરાજના બાકીના સામાનિક દેવો કેવા મહાઋદ્ધિક છે?૦ ગૌતમ! બધું તેમજ જાણવું યાવત્ હે ગૌતમ! શક્રના સામાનિક દેવોનો આ વિષય માત્ર કહ્યો. સંપ્રાપ્તિથી કોઈએ વિકુર્વેલ નથી, વિકુર્વતા નથી, વિકુર્વશે નહીં. શક્રના ત્રાયસ્ત્રિંશક, લોકપાલ અને અગ્રમહિષી વિશે ચમર માફક કહેવું. વિશેષ આ - સંપૂર્ણ બે જંબૂદ્વીપ. બાકી બધું પૂર્વવત્.
ભગવન્! તે એમ જ છે યાવત્ ગૌતમ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit