Pramāṇa · Search · About · API

Viyahapannatti 247

Viyāhapannatti: ṭīkānusārī vivecana 247

Language
Gujarati

247

વિવેચન :–૧૫૩ થી ૧૫૫
[૧૫૩] લોકપાલો આદિ સામાનિકો કરતાં અલ્પતર ઋદ્ધિક હોય છે. માટે તેમની વૈક્રિયકરણ લબ્ધિ પણ ઓછી હોય છે. - X -
[૧૫૫] દાક્ષિણાત્ય અસુરકુમારો કરતા, જેમની કાંતિ વધુ છે. તે વૈરોચન, તે ઉત્તરદિશાના અસુરોનો ઈન્દ્ર છે, તેની લબ્ધિ વિશેષ છે.
ધરણના પ્રકરણ માફક ભૂતાનંદાદિ મહાઘોષ સુધીના ભવનપતિ ઈન્દ્રોના નામો ગાથાનુસાર કહેવા – ચમર, ધરણ, વેણુદેવ, હરિકંત, અગ્નિશીખ, પૂર્ણ, જલકાંત, અમિત, વિલંબ, ઘોસ. આ દક્ષિણ નિકાયના ઈન્દ્રો છે. બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસહ, અગ્નિ માનવ, વસિષ્ઠ, જલપ્રભ, અમિત વાહન, પ્રભંજન, મહાઘોષ ઉત્તરના ઈન્દ્રો છે. તેમની ભવન સંખ્યા માટે ચઉતીસા ચઉચત્તા૦ એ પૂર્વોક્ત ગાથા જાણવી. સામાનિક અને આત્મરક્ષકની સંખ્યા - ૬૪ હજાર, ૬૦ હજાર. બાકીના બધાંના છ-છ હજાર. તેનાથી ચાર ગણી પ્રત્યેકના આત્મરક્ષક દેવો છે. ધરણાદિની અગ્રમહિષી પ્રત્યેકની છ-છ છે. ધરણસૂત્રવત્‌ આલાવો કહેવો.
વ્યંતરેન્દ્રો પણ ધરણેન્દ્ર માફક સપરિવાર કહેવા આમને પ્રતિનિકાય-દક્ષિણ ઉત્તર ભેદથી બબ્બે ઈન્દ્રો હોય છે - કાલ-મહાકાલ સુરૂપ-પ્રતિરૂપ, પૂર્ણભદ્ર-માણિભદ્ર, ભીમ-મહાભીમ, કિંનર-કિંપુરુષ, સત્પુરુષ-મહાપુરુષ, અતિકાય-મહાકાય, ગીતરતિ-ગીતયશ, વ્યંતરો અને જ્યોતિષ્કોના ત્રાયસ્ત્રિંશક અને લોકપાલ નથી માટે ન કહેવા. સામાનિક ચાર-ચાર હજાર, સોળ-સોળ હજાર આત્મરક્ષકો, ચાર-ચાર પટ્ટરાણી.
- X - દક્ષિણના દેવો અને સૂર્ય સંપૂર્ણ જંબૂદ્વીપને પોતાના રૂપોથી ભરી શકે છે, ઉત્તરના દેવો અને ચંદ્ર સાતિરેક જંબૂદ્વીપને પોતાનાં રૂપોથી ભરી શકે છે - X - વધારાની ટીકા બીજી વાંચનાથી કરી છે.
કાલેન્દ્રનો આલાવો આ રીતે – ભગવન્‌! પિશાચેન્દ્ર, પિશાચ રાજ કાલની કેવી મહાઋદ્ધિ યાવત્‌ વિકુર્વણા સામર્થ્ય છે? ગૌતમ! તે ત્યાં અસંખ્ય લાખ નગરાવાસ, ૪૦૦૦ સામાનિકો, ૧૬,૦૦૦ આત્મ રક્ષક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષી, બીજા અનેક પિશાચ દેવ-દેવીનું આધિપત્ય કરતાં યાવત્‌ વિચરે છે - X -. શક્રના પ્રકરણમાં - યાવત્‌ શબ્દથી સપરિવાર ૮-અગ્રમહિષી, ૪-લોકપાલ, ૩-પર્ષદા, ૭-સૈન્યો, ૭-સૈન્યાધિપતિઓ જાણવા. - હવે શક્રના સામાનિકોની વક્તવ્યતા–

Linked texts (1)