Viyahapannatti 252
Viyāhapannatti: ṭīkānusārī vivecana 252
- Language
- Gujarati
252
‘ભગવતી’ સૂત્ર-૧૫૮, ૧૫૯ :– [૩/૧/૧૫૮, ૧૫૯]
[૧૫૮] ભગવન્! જો દેવેન્દ્ર દેવરાજ ઈશાનની આવી મહાઋદ્ધિ અને આવું વિકુર્વણા સામર્થ્ય છે તો - - - આપ દેવાનુપ્રિયના શિષ્ય પ્રકૃત્તિ ભદ્રક યાવત્ વિનિત કુરુદત્ત પુત્ર નામે (સાધુ) નિરંતર અઠ્ઠમ અઠ્ઠમ અને પારણે આયંબિલ સ્વીકારીને એવા તપોકર્મથી ઊંચે હાથ રાખી સૂર્યાભિમુખ રહી આતાપના ભૂમિમાં આતાપના લેતા પ્રતિપૂર્ણ છ માસ શ્રામણ્ય પર્યાય પાળી, અર્ધમાસિક સંલેખનાથી આત્માને જોડીને, ૩૦ ભક્તને અનશન વડે છેદી, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈ, કાળ માસે કાળ કરી, ઈશાન કલ્પે પોતાના વિમાનમાં૦ જે તિષ્યકની વક્તવ્યતા હતી, તે સર્વે અપરિશેષ કુરુદત્ત પુત્રની જાણવી. વિશેષ આ – સાતિરેક પરિપૂર્ણ બે જંબૂદ્વીપ, બાકી પૂર્વવત્. સામાનિક, ત્રાયસ્ત્રિંશક, લોકપાલ, અગ્રમહિષી યાવત્ હે ગૌતમ! ઈશાનેન્દ્રના પ્રત્યેક અગ્રમહિષી દેવીની આટલી શક્તિ-વિષયમાત્ર કહ્યો. પણ સંપ્રાપ્તિથી તેટલી વિકુર્વણા (યાવત્) કરશે નહીં.
[૧૫૯] એ પ્રમાણે સનત્કુમાર જાણવા. વિશેષ - ચાર પરિપૂર્ણ જંબૂદ્વીપ તથા તિર્છા અસંખ્ય, એ રીતે સામાનિક, ત્રાયસ્ત્રિંશક, લોકપાલ, અગ્રમહિષી બધાં અસંખ્યાત દ્વીપસમુદ્રો સુધી વિકુર્વી શકે. સનત્કુમારથી આરંભીને ઉપરના બધાં લોકપાલો અસંખ્ય દ્વીપ-સમુદ્ર સુધી વિકુર્વણા કરી શકે. એ રીતે માહેન્દ્રમાં પણ જાણવું. વિશેષ-સાતિરેક પરિપૂર્ણ ચાર જંબૂદ્વીપ કહેવા. એ રીતે બ્રહ્મલોકે પણ જાણવું. વિશેષ-સંપૂર્ણ આઠ જંબૂદ્વીપ. લાંતકે પણ વિશેષ-સાતિરેક આઠ જંબૂદ્વીપ. મહાશુક્રે ૧૬-જંબૂદ્વીપ. લાંતકે પણ વિશેષ-સાતિરેક આઠ જંબૂદ્વીપ. મહાશુક્રે ૧૬-જંબૂદ્વીપ. સહસ્રારે સાતિરેક-૧૬. પ્રાણતે ૩૨-જંબૂદ્વીપ. અચ્યુતે સાતિરેક ૩૨-પરિપૂર્ણ જંબૂદ્વીપ કહેવા. બાકી બધું પૂર્વવત્.
ભગવન્! તે એમ જ છે એમ જ છે કહી ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમી યાવત્ વિચરે છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્યદા કોઈ દિવસે મોકા નગરીના નંદન ચૈત્યથી નીકળી, બાહ્ય જનપદ વિહારે વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit