Pramāṇa · Search · About · API

Viyahapannatti 253

Viyāhapannatti: ṭīkānusārī vivecana 253

Language
Gujarati

253

વિવેચન :–૧૫૮, ૧૫૯
- X -. આ સૂત્રથી સૂચવે છે કે - ભગવન્‌! સનત્કુમાર દેવેન્દ્રની કેવી મહાઋદ્ધિ યાવત્‌ વિકુર્વણાશક્તિ છે? ગૌતમ! તેઓ ૧૨ લાખ વિમાનાવાસ, ૭૨,૦૦૦ સામાનિક યાવત્‌ ૨,૮૮,૦૦૦ આત્મરક્ષક દેવો. જો કે સનત્કુમારે સ્ત્રીની ઉત્પત્તિ નથી. તો પણ સમયાધિક પલ્યોપમથી દશ પલ્યોપમસ્થિતિક સૌધર્મની અપરિગૃહિતા દેવી સનત્કુમારોને ભોગ માટે આવે છે તેથી અગ્રમહિષી એમ કહ્યું.
આ પ્રમાણે માહેન્દ્રાદિ સૂત્રોમાં ગાથાનુસાર - X - આ જાણવું - વિમાનો અનુક્રમે ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦-૪૦-૬ હજાર, આનત-પ્રાણતે ૪૦૦, આરણ-અચ્યુતે-૩૦૦. સામાનિક સંખ્યા - ૮૪, ૮૦, ૭૨, ૭૦, ૬૦, ૫૦, ૪૦, ૩૦, ૨૦, ૧૦ હજાર. અહીં શક્રાદિ એકી કલ્પો વિશે અગ્નિભૂતિ પૂછે છે અને ઈશાનાદિ બેકી કલ્પો વિશે વાયુભૂતિએ પૂછેલ છે - - ઈન્દ્રોની વૈક્રિયશક્તિ પ્રરૂપણા કરી. હવે ઈન્દ્રે પ્રકાશેલ પોતાના વૈક્રિયરૂપ કરવાના સામર્થ્યને, તેજોલેશ્યા સામર્થ્યને કહે છે –

Linked texts (1)