Pramāṇa · Search · About · API

Viyahapannatti 257

Viyāhapannatti: ṭīkānusārī vivecana 257

Language
Gujarati

257

અનિત્ય વિચારણા. જોઈને બોલાવેલા, ગૃહસ્થપણામાં પરિચિત જૂના મિત્રાદિ નિર્વર્તનિક-એક જાતનું ક્ષેત્રનું માપ, તેના જેટલા પરિમાણ વાળું અથવા પોતાના શરીર પ્રમાણ ક્ષેત્ર. - X -
ઈન્દ્રરહિત, શાંતિકર્મકર્તા-પુરોહિતરહિત. અહીં ઈન્દ્ર નથી માટે જ પુરોહિત નથી. ઈન્દ્રને વશ હોવાથી ઈન્દ્ર આધિન. ઈન્દ્રયુક્ત હોવાથી ઈન્દ્ર અધિષ્ઠિત. તેથી જ - જેનું કાર્ય ઈન્દ્રને આધિન છે તેવી. સ્થિતિકલ્પ એટલે બલિચંચામાં રહેવાનો સંકલ્પ.. ઉત્કર્ષવાળી તે દેવગતિ વડે, આકુળતા હોવાથી ઉતાવળી, પણ સ્વાભાવિક નહીં. ત્યાં માનસિક ચપળતા સંભવે છે માટે કહ્યું – કાયાની ચપળતાવાળી ગતિ વડે. રૌદ્ર-ભયંકર ગતિ વડે. બીજી ગતિને જિતનાર ગતિ વડે, ઉપાયમાં પ્રવૃત્તિ કર્તા નિપુણ ગતિ વડે. શ્રમ અભાવે સિંહ જેવી ગતિ વડે, વેગવતી-દિવ્ય ગતિ વડે ચાલતા વસ્ત્ર ઉડતા હોય તેમ, દર્પવાળી ગતિથી.. પૂર્વાદિ ચારે દિશા સમાન પક્ષે હોવાથી સપક્ષ, બધા ખૂણાં સરખા પડે તે સપ્રતિદિક્‌.. નાટ્ય વિષય વસ્તુ બત્રીશ પ્રકારે હોવાથી બત્રીશવિધ. તે શપયસેણીયથી જાણવું.
અટ્ઠં બંધહ - પ્રયોજન વિશે નિશ્ચય કરો. નિદાન - પ્રાર્થના. શીઘ્ર કોપથી વિમૂઢબુદ્ધિ અથવા કોપના ચિન્હો પ્રગટેલા છે તે, કોપનો ઉદય થયેલા, પ્રગટ રૌદ્રરૂપવાળા, ક્રોધથી સળગતા માટે દેદીપ્યમાન.
દોરડી વડે, થુંકે છે. આડું-અવળું કરે છે. જાતિ વગેરે ઉઘાડી પાડીને નિંદે છે, મન વડે કુત્સા કરે છે, પોતાની સમક્ષ વચનોથી ખિંસા કરે છે, લોક સમક્ષ ગર્હા કરે છે, અપમાન પાત્ર માને છે, આંગળી આદિ હલાવી તર્જના કરે છે, હાથેથી મરે છે, કદર્થના કરે છે, પ્રકૃષ્ટ વ્યથા આપે છે.
ઉત્તમ શય્યામાં રહેલ, ત્રણ સળ કપાળે પાડી, ભૃકુટી ખેંચી, અગ્નિ સમાન થયેલ.. ભયવાળા થઈ, ભયથી કંપતા, આનંદરસ સૂકાઈ ગયેલા, રહેઠાણ છોડી દેવાના મનવાળા. તાત્પર્ય એ કે – થોડું કે વધારે દોડે છે. એકબીજાની સોડમાં ભરાઈ જતાં.. અમે વારંવાર આવું નહીં કરીએ.
આજ્ઞા - ‘આ કરવાનું જ છે’ એવો આદેશ ઉપપાત - સેવા, વચન - આજ્ઞાપૂર્વક આદેશ, નિર્દેશ - પૂછેલાં કાર્ય સંબંધે નિયત ઉત્તર.
ઈશાનેન્દ્ર વક્તવ્યતા પ્રસ્તાવથી તે જ સંબંધે કહે છે–

Linked texts (1)