Pramāṇa · Search · About · API

Viyahapannatti 262

Viyāhapannatti: ṭīkānusārī vivecana 262

Language
Gujarati

262

વિવેચન :–૧૭૦ થી ૧૭૨
આ સૂત્ર ક્રમ વડે કહેવું. તે આ - ઉપર, નીચે એક-એક હજાર યોજન અવગાહીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં અસુરકુમાર દેવોના ૬૪-લાખ ભવનાવાસો છે.. સંરભપૂર્વક મોટા વૈક્રિય શરીરને કરતાં, પરિચારણ કરતાં બીજાની દેવી સાથે ભોગ ભોગવવાની ઈચ્છાવાળા.. યથોચિતપણે નાના સ્વરૂપવાળા કેમ કે મોટા રત્નોને સંતાડવા અશક્ય હોવાથી નાના રત્નો કહ્યા છે. વૃદ્ધોએ - ઉત્તમરત્નો અર્થ કર્યો છે.
હવે રત્નો લઈને એકાંત સ્થાનમાં જનાર અસુરોને તે વૈમાનિકો શું કરે છે? રત્નોનું ગ્રહણ કર્યા પછી, રત્નોને લેનારા એવા અસુરોના શરીર ઉપર પ્રહાર દ્વારા વૈમાનિકો પીડા ઉત્પન્ન કરે છે. પીડા પામેલા અસુરોને થતી વેદના જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે છે... શબર આદિ અનાર્ય વિશેષો છે... ખાડાનો, જળ કે સ્થળ દુર્ગનો, પર્વતની ગુફાનો, ખાડા અને વૃક્ષોથી ગીચ જમીનનો આશરો લઈને ધનુર્ધર આદિના લશ્કરને જીતી લેશું એમ નિશ્ચય કરે છે. આ લોકમાં અરિહંતનો આશરો લઈને ઊંચે જાય, તે સિવાય નહીં.
દાણામા - દાનની મુખ્યતાવાળી, - X - બંને પગને ભેગા કરીને એટલે જિનમુદ્રાએ, લાંબા હાથ કરી, આગળ મુખ નમાવીને, યથાસ્થિત ગાત્રો વડે. વિસસા - સ્વભાવથી જ. પાસઈ - જુએ છે.
મહામેઘને વશ કરનાર, પાક નામના બળવાન્‌ શત્રુને શિક્ષા કરનાર, કાર્તિક શ્રેષ્ઠીના ભવની અપેક્ષાએ અભિગ્રહરૂપ-પ્રતિમાને અથવા શ્રાવકની પાંચમી પ્રતિમારૂપ સો પ્રતિમાને વહેનાર. ઈન્દ્રને ૫૦૦ મંત્રીઓ છે, તે ૫૦૦ મંત્રીના નેત્રો ઈન્દ્રના કાર્યમાં વપરાય છે, માટે તે ઈન્દ્રના નેત્રો કહ્યા તેથી ૧૦૦૦ આંખવાળો, અસુરાદિના નગરોનો નાશ કરનાર માટે પુરંદર, યાવત્‌ શબ્દથી દક્ષિણાર્ધ લોકાધિપતિ, ૩૨-લાખ વિમાનોનો અધિપતિ, ઐરાવણ હાથીના વાહનવાળો, સુરેન્દ્ર, રજરહિત અને આકાશ જેવા નિર્મળ વસ્ત્રો પહેરનાર, માળાવાળા મુગટને માથે મૂકનાર, નવા જેવા જ સુંદર, વિચિત્ર, ચંચળ સુવર્ણકુંડલોથી જેના ગાલો ચળકે છે એવો. આ બધું દિવ્ય તેજ, દિવ્ય લેશ્યા સુધી કહેવું.
હવે ચમરેન્દ્રએ શક્રેન્દ્રને જોયો ત્યારે શું વિચારે છે, તે કહે છે – અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર, દુષ્ટ એવા અને તેથી જ અમનોજ્ઞ લક્ષણો જેના છે તે, હીનપુન્ય ચૌદશના જન્મેલ, જો કે ચૌદશ તિથિ જન્મ આશ્રીને પવિત્ર મનાય છે, અતિ ભાગ્યવાન્‌ના જન્મ સમયે ચૌદશપૂર્ણ હોય છે, પણ અહીં આક્રોશથી કહ્યું છે.. મને આવી દિવ્ય દેવઋદ્ધિ હોવા છતાં તથા દિવ્ય દેવ પ્રભાવ લબ્ધ, પ્રાપ્ત, અભિસન્મુખ હોવા છતાં શાંતિપૂર્વક (શક્રેન્દ્ર બેઠો છે માટે તેને) શોભાથી ભ્રષ્ટ કરવા (ચમરેન્દ્ર) કોપના સંતાપથી ગરમ થયો, કોઈને તે સ્વભાવથી પણ હોય, તેથી કહે છે – અસ્વાભાવિક ઉકળાટને પામેલો.. કોઈની સહાય ન હોવાથી, ઘણો પરિવાર હોવા છતાં વિવક્ષિત સહાયક ન હોય તો પણ એકલો કહેવાય, તેથી કહ્યું – બાળક માત્ર પણ સાથે નથી એવો એકલો જ.
મોટા શરીરને વિકુર્વે છે. કેવું ક્રૂર, ઘોર આકારવાળું, વિકરાળ હોવાથી ભય ઉત્પન્ન કરનારું. કેમ? ભયાનક આકૃતિ, ભાસ્વર, ભયને આણનારું અથવા ભયમાં કારણરૂપ પરિવાર ભૂત ઉલ્કા અને અગ્નિના કણિયારૂપ સૈન્યવાળું, વિકીર્ણ અવયવવાળું હોવાથી ગંભીર, યાદ કરવાથી પણ ઉદ્વેગ થાય તેવા મોટા પ્રભાવવાળા શરીરને કરે છે. હાથ પછાડે છે, જમીન ઉપર પગ પછાડે છે, આગળના ભાગે પાટુ મારે છે, પાછળના ભાગે પાટુ મારે છે, મલ્લની માફક રંગભૂમિમાં ત્રિપદીછેદ કરે છે. મુખને ઊંચું કરે છે, પહોળું કરે છે - X - આકાશમાં પરિઘરત્ન ઉછાળે છે. ઈંદકીલ એટલે દ્વારના બારણા બંધ થતા અટકાવવાનો ખીલો વિશેષ.
અગ્નિના તણખા અને ઝાળની જે માળા, તેના વડે આંખમાં ભ્રમને કરતું અને આંખની જોવાની શક્તિનો નાશ કરતું, અગ્નિ કરતાં વધુ તેજ વડે દીપતું, બધી વેગવાળી વસ્તુના વેગને જીતનારું, જેનાથી મહાભય છે તેવું એટલે કે ભયકર્તા.. આ શું? એમ ચિંતવે છે, તથા આવું શસ્ત્ર મારી પાસે પણ હોય તેવી સ્પૃહા-અભિલાષા કરે છે અથવા સ્વસ્થાને જવાની અભિલાષા કરે છે અથવા આંખો મીંચી દે છે. આ ક્રિયાને પૂર્વ કરતા ઉલટી રીતે પણ કરે છે આ રીતે ચમરની વ્યાકુળતાને બતાવે છે. આવું જ્યા ચિંતવ્યું ત્યાં જ તેના મુગટનું છોગું ભાંગી જાય છે, તેના હાથના ઘરેણાં લટકે છે. કેમ કે તે નીચું મુખ રાખીને ગતિ કરે છે, જાણે ભયથી કાંખમાં આવેલા પરસેવાને મૂકતો ન હોય તેવો વેગપૂર્વક શીઘ્રતાથી પડ્યો.

Linked texts (1)