Viyahapannatti 263
Viyāhapannatti: ṭīkānusārī vivecana 263
- Language
- Gujarati
263
‘ભગવતી’ સૂત્ર-૧૭૩, ૧૭૪ :– [૩/૨/૧૭૩, ૧૭૪]
[૧૭૩] ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો. અસુરેન્દ્ર અસુરરાજ ચમર સમર્થ નથી. - X - શક્તિવાળો નથી - X - કે તેનો વિષય પણ નથી કે પોતાના બળથી યાવત્ સૌધર્મકલ્પ સુધી ઊંચે આવે. જો તેણે અરિહંત, અરિહંતચૈત્ય કે ભાવિતાત્મા અનગારનો આશરો લીધો હોય, તો તે ઊંચે યાવત્ સૌધર્મકલ્પે આવી શકે. [જો તેમ હોય તો] તથારૂપ અરહંત ભગવંત કે અણગારની અતિ આશાતના થશે, જે મહાદુઃખરૂપ છે, એમ વિચારી શક્રેન્દ્રએ અવધિનો પ્રયોગ કર્યો. હા હા! હું મરાઈ ગયો, એમ કરી ઉત્કૃષ્ટ યાવત્ દિવ્ય દેવગતિથી વજ્રના માર્ગે પાછળ જતાં જતાં તિર્છા અસંખ્ય દ્વીપસમુદ્ર મધ્યે યાવત્ જ્યાં ઉત્તમ અશોકવૃક્ષ હતું, જ્યાં હું હતો, ત્યાં પાસે આવીને મારાથી માત્ર ચાર આંગળ દૂર વજ્રને સંહરી લીધું.
[૧૭૪] હે ગૌતમ! શક્રે [વજ્ર સંહર્યુ ત્યારે એવા] વેગથી મુઠ્ઠી વાળેલી કે મારા કેશાગ્ર વીંઝાયા. દેવેન્દ્ર દેવરાજ શક્રે વજ્રને સંહરી લઈને મને [ભગવાન મહાવીરને] ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! આપનો આશરો લઈને અસુરેન્દ્ર અસુરરાજ ચમરે મને (મારી શોભાથી) ભ્રષ્ટ કરવા ધારેલ. તેથી મેં કુપિત થઈને ચમરેન્દ્રના વધને માટે વજ્ર મૂક્યું. ત્યાર પછી મને આવા પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો કે ચમર પોતે સમર્થ નથી યાવત્ અવધિજ્ઞાન પ્રયોજ્યું. અવધિજ્ઞાન વડે મેં આપ દેવાનુપ્રિયને જોયા, ત્યારે હા હા! હું મર્યો એમ વિચારી તે ઉત્કૃષ્ટ યાવત્ ગતિથી આપ દેવાનુપ્રિય પાસે આવ્યો. દેવાનુપ્રિયથી ચાર આંગળ દૂરથી મેં વજ્રને સંહરી લીધું. વજ્રને લેવા માટે હું અહીં આવ્યો છું - સમોસર્યો છું - સંપ્રાપ્ત થયો છું - અહીં જ ઉપસંપન્ન થઈ વિચરું છું. હે દેવાનુપ્રિય! હું આપની ક્ષમા માંગું છું, આપ પણ મને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો. હું ફરીવાર આવું નહીં કરું, એમ કરી મને વંદન, નમસ્કાર કરી, ઈશાનખૂણામાં ગયો. જઈને ભૂમિ ઉપર ત્રણ વખત ડાબો પગ પછાડ્યો અને ચમરેન્દ્રને આમ કહ્યું – હે ચમર! શ્રમણ ભગવંત મહાવીરના પ્રભાવે તું બચી ગયો છે અત્યારે તને મારાથી જરા પણ ભય નથી. એમ કરીને - X - પાછો ગયો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit