Pramāṇa · Search · About · API

Viyahapannatti 265

Viyāhapannatti: ṭīkānusārī vivecana 265

Language
Gujarati

265

‘ભગવતી’ સૂત્ર-૧૭૫ :– [૩/૨/૧૭૫]
ભગવન્‌! એમ કહી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી આમ કહ્યું–ભગવન્‌! દેવ મહાઋદ્ધિ, મહાદ્યુતિ યાવત્‌ મહાનુભાગ છે કે જેથી પૂર્વે પુદ્ગલ ફેંકી, તેની પાછળ જઈ ગ્રહણ કરવા સમર્થ છે? હા, છે. ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! પુદ્ગલ ફેંકવામાં આવે ત્યારે પહેલા શીઘ્ર ગતિ હોય છે, પછી મંદગતિ થાય છે. મોટી ઋદ્ધિવાળો દેવ પહેલા અને પછી પણ શીઘ્ર હોય છે, શીઘ્રગતિ ત્વરિત અને ત્વરિતગતિ હોય છે. તેથી એમ કહ્યું.
ભગવન્‌! જો મહર્દ્ધિક દેવ યાવત્‌ પાછળ જઈને પકડી શકે તો શક્રેન્દ્ર પોતાના હાથે ચમરેન્દ્ર કેમ પકડી ન શક્યો? ગૌતમ! અસુરકુમારોનો નીચે જવાનો ગતિ વિષય શીઘ્ર અને ત્વરિત હોય છે ઉપર જવાનો વિષય અલ્પ, અલ્પગતિ, મંદ, મંદગતિ હોય છે વૈમાનિક દેવોનો ઉર્ધ્વગતિ વિષય શીઘ્ર અને ત્વરિત હોય છે, અધઃગતિનો વિષય અલ્પ અને મંદ હોય છે શક્રેન્દ્રએ જેટલું ક્ષેત્ર એક સમયમાં ઉપર જાય, તેટલું ક્ષેત્ર વજ્ર બે સમયે જાય, ચમરને ત્રણ સમય લાગે. શક્રનું ઊંચે જવાનું કાલમાન સૌથી થોડું છે અને નીચે જવાનું કાલમાન તેનાથી સંખ્યેય-ગુણ છે. એક સમયમાં ચમરેન્દ્ર જેટલો ભાગ નીચે જઈ શકે, તેટલું નીચે જવામાં શક્રને બે અને વજ્રને ત્રણ સમય લાગે. ચમરેન્દ્રનું અધોલોક કંડક સૌથી થોડું છે, ઉર્ધ્વલોક કંડક તેનાથી સંખ્યેયગણું છે. હે ગૌતમ! તેથી શક્રેન્દ્ર, ચમરેન્દ્રને પકડી ન શક્યો.
ભગવન્‌! દેવેન્દ્ર દેવરાજ શક્રના ઉર્ધ્વ-અધો-તિર્છા ગતિ વિષયમાં ક્યો કોનાથી અલ્પ, બહુ, સમાન કે વિશેષાધિક છે? ગૌતમ! એક સમયે શક્રેન્દ્ર સૌથી થોડો ભાગ નીચે જાય છે, તે કરતાં તિર્છુ સંખ્યેય ભાગ જાય, ઉપર પણ સંખ્યેય ભાગ જાય છે.
ભગવન્‌! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના ઉર્ધ્વ-અધો-તિર્છા ગતિ વિષયમાં ક્યો કોનાથી અલ્પ, બહુ, સમાન કે વિશેષાધિક છે? ચમરેન્દ્ર એક સમયે સૌથી થોડો ભાગ ઉપર જાય છે, તિર્છુ તે કરતા સંખ્યેય ભાગ જાય અને અધો પણ સંખ્યેય ભાગ જાય છે વજ્ર સંબંધી ગતિવિષય શક્ર માફક જાણવો. માત્ર વિશેષાધિક કરવો.
ભગવન્‌! શક્રનો નીચે જવાનો કાળ અને ઉપર જવાનો કાળ, એ બેમાં ક્યો કાળ, કોનાથી થોડો, વધુ, સમાન કે વિશેષાધિક છે? ગૌતમ! શક્રનો ઉપર જવાનો કાળ સૌથી થોડો અને નીચે જવાનો કાળ સંખ્યેયગુણ છે. ચમરેન્દ્રનું પણ એમજ જાણવું. વિશેષ એ કે તેનો નીચે જવાનો કાળ સૌથી અલ્પ, ઉપર જવાનો સંખ્યેયગુણ છે.
ભગવન્‌! વજ્રનો પ્રશ્ન. ગૌતમ! વજ્રનો ઊંચે જવાનો કાળ સૌથી અલ્પ, નીચે જવાનો કાળ વિશેષાધિક છે.
ભગવન્‌! વજ્ર, શક્રેન્દ્ર, ચમરેન્દ્ર એ ત્રણેના નીચે જવાના અને ઉપર જવાના કાળમાં ક્યો કોનાથી અલ્પ, બહુ, સમાન, વિશેષાધિક છે? ગૌતમ! શક્રનો ઉર્ધ્વગમનકાળ અને ચમરનો અધોગમનકાળ બંને સમાન અને સૌથી અલ્પ છે. શક્રનો અધોગમન કાલ અને વજ્રનો ઉર્ધ્વગમન કાળ, એ બંને સરખા અને સંખ્યેયગુણાં છે. ચમરનો ઉર્ધ્વગમન કાળ અને વજ્રનો અધોગમનકાળ બંને સરખા, વિશેષાધિક છે.

Linked texts (1)