Pramāṇa · Search · About · API

Viyahapannatti 266

Viyāhapannatti: ṭīkānusārī vivecana 266

Language
Gujarati

266

વિવેચન :–૧૭૫
સીહ - શીઘ્ર વેગવાળો, તેવો વેગવાળો માત્ર શક્તિ અપેક્ષાએ પણ હોય, તેથી કહ્યું – શીઘ્ર ગતિવાળો જ છે, અશીઘ્રગતિવાળો નહીં આવો કાય અપેક્ષાએ પણ હોય, તેથી કહ્યું – ત્વરાવાળો, તે ગતિ સિવાય પણ હોય, તેથી કહ્યું – ત્વરિતગતિ, માનસિક ઉત્સુકતાપૂર્વક પ્રવર્તેલી અથવા આ બધાં એકાર્થક છે. સંચાઈએ - સમર્થ થયો. ‘ગતિવિષય’ - આ શબ્દનો અર્થ ‘ગતિનું ક્ષેત્ર’ થાય છે, તો પણ આ અર્થ કરતાં શીઘ્રાદિ વિશેષણ નકામા થઈ જાય, તેથી અહીં ‘ગતિવિષય’નો અર્થ ગતિ જ કરવો. સીહ - શીઘ્ર વેગવાન્‌, તે અનૈકાંતિક પણ હોય, તેથી કહે છે શીઘ્ર જ. એ વાતને જ પ્રકર્ષથી કહેવા કહે છે – તે ત્વરિત છે, ત્વરાવાળો છે. અપ્પઅપ્પ - અતિ અલ્પ. મંદમંદ - અતિ મંદ. દેવનું ગતિસ્વરૂપ કહ્યું.
આવું ગતિ સ્વરૂપ છે, તો એક માપવાળા ઉર્ધ્વ-અધો-તીર્છા ક્ષેત્રમાં જતાં શક્ર-વજ્ર-ચમરને જે કાળભેદ થાય તે દર્શાવે છે – ઈન્દ્રનો ઉર્ધ્વક્ષેત્ર ગમને કાલભેદ - શક્રને ઊંચે જવામાં સૌથી થોડો કાળ લાગે છે, કેમ કે તે ઊંચે જવામાં અતિ શીઘ્ર હોય છે - X - X - X - પછી શક્રાદિમાં એક-એકની ગતિક્ષેત્ર સંબંધી અલ્પબહુતા દર્શાવતા ત્રણ સૂત્રો છે. [ટીકા સરળ છે, સૂત્રનો મૂળ અર્થ જોવો.] - X -
સૂત્રમાં માત્ર ‘સંખ્યાત ભાગ’ એવું જ કહ્યું છે, તો અહીં નિયત ભાગ વ્યાખ્યાન કેમ કરાય છે? ચમરેન્દ્ર એક સમયે જેટલું ક્ષેત્ર નીચે જાય, તેટલું નીચે જવામાં શક્રને બે સમય લાગે છે. શક્રનો ઉપર જવાનો કાળ અને ચમરનો નીચે જવાનો કાળ બંને સરખાં છે. એ વચનથી નિશ્ચિત થાય છે કે શક્ર જેટલું નીચે બે સમયે જાય છે, તેટલું ઉપર એક સમયે જાય છે. ઊંચે અને નીચેના ક્ષેત્ર મધ્યે તિર્છુ ક્ષેત્ર છે. માટે તેનું પ્રમાણ પણ મધ્ય હોય, માટે તેમાં ‘દોઢ’ માન કહ્યું. ચૂર્ણિકાર પણ કહે છે કે – શક્ર એક સમયમાં નીચે એક યોજન જાય છે, તિર્છુ દોઢ યોજન જાય છે, ઊંચે એક યોજન જાય છે - X - X - X - X -
સૂત્રમાં માત્ર સંખ્યાત ભાગ લખ્યું છે, છતાં નિયતકાલ સંખ્યેય ભાગત્વ વ્યાખ્યા કેવી રીતે? શક્રની ઉર્ધ્વગતિ અને ચમરની અધોગતિ તુલ્ય છે. વળી શક્રનું ઉર્ધ્વગમન એક સમયે બે યોજન કલ્પ્યું, ત્યારે ચમરનું અધોગમન પણ એક સમયે બે યોજન કહેવું. એ જ ઉચિત છે. વળી શક્રેન્દ્ર એક સમયે જેટલું ઉપર જાય છે, તેટલું જ ઉપર જવામાં વજ્રને બે સમય, ચમરને ત્રણ સમય લાગે છે. એ વચનથી જાણી શકાય કે શક્રના ઉર્ધ્વગતિ ક્ષેત્રથી ત્રીજે ભાગે ચમરનું ઉર્ધ્વગતિ ક્ષેત્ર છે. માટે પૂર્વ પ્રમાણે નિયતતા વાળી હકીકત કહી છે - X - ચૂર્ણિકારે જે ચમર, ઊંચે એક યોજન ઈત્યાદિ કહ્યું તે સમજાતું નથી. શક્રની જેમ વજ્રની ગતિ વિષયક અલ્પબહુતા કહેવી. (જે સૂત્રાનુસાર જાણવી કેમકે) બીજી વાચનામાં તે મૂલપાઠ છે.
વજ્ર એક સમયે નીચે થોડું ક્ષેત્ર જાય છે. કેમ કે નીચે જવામાં તે મંદગતિવાળું છે. વજ્રનું અધોગમન ક્ષેત્ર કલ્પના મુજબ ત્રિભાગન્યૂન યોજન થાય છે. તે તિર્છુ વિશેષાધિક બે ભાગ જાય છે, કેમ કે તિર્છુ જવામાં શીઘ્રતર ગતિવાળું છે. વિશેષાધિક બે ભાગ એટલે યોજનના બે વિભાગ - ત્રિભાગસહ ત્રણ ગાઉ. ઊંચે પણ વિશેષાધિક બે ભાગ જાય છે. તિર્છા કરતાં વિશેષાધિક બે ભાગ સમજવા. વજ્ર ઊંચે એક યોજન જાય છે. કેમ કે ઊંચે જવામાં શીઘ્રગતિક છે - X - (ઈત્યાદિ ટીકા સરળ છે માટે નોંધી નથી.) - X - X -
ગતિના કાળની અલ્પબહુતાના ત્રણ સૂત્રો છે.-X-પરસ્પર અપેક્ષાએ પણ એ વાતને કહી છે-X-X-X-.

Linked texts (1)