Viyahapannatti 267
Viyāhapannatti: ṭīkānusārī vivecana 267
- Language
- Gujarati
267
‘ભગવતી’ સૂત્ર-૧૭૬ :– [૩/૨/૧૭૬]
ત્યારે અસુરેન્દ્ર અસુરરાજા ચમર વજ્રના ભયથી મુક્ત થએલો, દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્વાર મહા અપમાનથી અપમાનિત થઈ હણાયેલા મનો સંકલ્પવાળો, ચિંતા અને શોકરૂપ સાગરમાં પ્રવિષ્ઠ, મુખને હથેલી ઉપર ટેકવી, આર્ત્તધ્યાનને પામેલ, ભૂમિમાં દૃષ્ટિ રાખી, તે ચમરેન્દ્ર ચમરચંચા રાજધાનીમાં, સુધર્માસભામાં ચમર નામક સિંહાસન ઉપર બેસી વિચાર કરે છે. પછી હણાયેલ મનો સંકલ્પવાળા અને યાવત્ વિચારમાં પડેલા તે ચમરેન્દ્રને જોઈને સામાનિક સભામાં ઉત્પન્ન દેવોએ હાથ જોડીને યાવત્ આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય! તમે આજે હણાયેલા મનો સંકલ્પવાળા થઈ યાવત્ શું વિચારો છો? ત્યારે ચમરેન્દ્રએ તે સામાનિક સભામાં ઉત્પન્ન દેવોને કહ્યું – હે દેવાનુપ્રિયો! મેં મારી મેળે જ શ્રમણ ભગવંત મહાવીરનો આશરો લઈ, શક્રેન્દ્રની શોભા ભ્રષ્ટ કરવા ધારેલ. ત્યારે શક્રે કુપિત થઈ મને મારવા મારી પાછળ વજ્ર ફેંક્યું. હે દેવાનુપ્રિયો! ભલું થાઓ ભગવંત મહાવીરનું, કે જેના પ્રભાવથી હું અક્લિષ્ટ, અવ્યથિત, અપરિતાપિત અહીં આવ્યો છું, - સમોસર્યો છું - સંપ્રાપ્ત થયો છું - ઉપસંપન્ન થઈને વિચરું છું. તો હે દેવાનુપ્રિયો! આપણે બધાં ત્યાં જઈએ અને ભગવંત મહાવીરને વાંદી, નમી યાવત્ પર્યુપાસના કરીએ. એમ કરી તે ૬૪,૦૦૦ સામાનિક દેવો સાથે યાવત્ સર્વ ઋદ્ધિ પૂર્વક યાવત્ જ્યાં ઉત્તમ અશોકવૃક્ષ છે, જ્યાં હું [મહાવીરપ્રભુ] છું, તે તરફ આવીને, મને ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્ નમીને આમ કહ્યું–
હે ભગવન્! મેં મારી જાતે જ આપનો આશરો લઈને દેવેન્દ્ર શક્રની શોભા ભ્રષ્ટ કરવા ધારેલ યાવત્-આપ દેવાનુપ્રિયનું ભલું થાઓ કે આપના પ્રભાવે હું અક્લિષ્ટ યાવત્ વિચરું છું. હે દેવાનુપ્રિય! હું તે સંબંધે આપની ક્ષમા માંગુ છું - યાવત્ - ઈશાન દિગ્ભાગમાં જઈને યાવત્ બત્રીશબદ્ધ નૃત્યવિધિ દેખાડી, જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો. હે ગૌતમ! એ પ્રમાણે ચમરેન્દ્રને તે દિવ્ય દેવઋદ્ધિ લબ્ધ, પ્રાપ્ત, અભિસન્મુખ થઈ. સ્થિતિ સાગરોપમ. મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit