Pramāṇa · Search · About · API

Viyahapannatti 269

Viyāhapannatti: ṭīkānusārī vivecana 269

Language
Gujarati

269

‘ભગવતી’ સૂત્ર-૧૭૭ :– [૩/૨/૧૭૭]
ભગવન્‌! અસુરકુમાર દેવો ઊંચે યાવત્‌ સૌધર્મકલ્પે જાય છે, તેનું શું કારણ? ગૌતમ! તે તાજા ઉત્પન્ન અથવા મરવાની તૈયારી વાળા દેવોને આવો આધ્યાત્મિક યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થાય છે કે - અહો! અમે દિવ્ય દેવઋદ્ધિ લબ્ધ, પ્રાપ્ત યાવત્‌ અભિસન્મુખ કરી છે. જેવી દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ સામે આણી છે, તેવી દેવેન્દ્ર, દેવરાજ શક્રે પણ યાવત્‌ - સામે આણી છે અને જેવી દિવ્ય દેવઋદ્ધિ શક્રેન્દ્રે સામે આણી છે, તેવી જ દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ અમે પણ સામે આણી છે. તો જઈએ અને શક્રેન્દ્રની પાસે પ્રગટ થઈએ અને શક્રેન્દ્રએ યાવત્‌ સામે આણેલી દિવ્ય દેવઋદ્ધિને જોઈએ તથા શક્રેન્દ્ર પણ અમારી સામે આણેલી યાવત્‌ દિવ્ય દેવઋદ્ધિને જુએ. આપણે શક્રેન્દ્રએ સામે આણેલી યાવત્‌ દિવ્ય દેવઋદ્ધિને જાણીએ અને શક્રેન્દ્ર પણ અમે સામે આણેલી યાવત્‌ દિવ્ય દેવઋદ્ધિને જાણે. હે ગૌતમ! એ કારણે અસુરકુમાર દેવો ઊંચે યાવત્‌ સૌધર્મકલ્પ સુધી જાય છે.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)