Pramāṇa · Search · About · API

Viyahapannatti 278

Viyāhapannatti: ṭīkānusārī vivecana 278

Language
Gujarati

278

‘ભગવતી’ સૂત્ર-૧૮૨ :– [૩/૩/૧૮૨]
ભગવન્‌! પ્રમત્ત સંયમમાં વર્તતા સંયમીનો બધો મળીને પ્રમત્ત સંયતકાળ કેટલો થાય છે? હે મંડિતપુત્ર! એક જીવને આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ, અનેક જીવને આશ્રીને સર્વકાળ...
ભગવન્‌! અપ્રમત્ત સંયમને પાળતા અપ્રમત્ત સંયમીનો બધો મળીને અપ્રમત્તસંયમકાળ કેટલો થાય છે? મંડિતપુત્ર! એક જીવને આશ્રીને જઘન્યે અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ. અનેક જીવને આશ્રીને સર્વકાળ.
હે ભગવન્‌! તે એમ જ છે (૨). એમ કહી મંડિતપુત્ર અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમી - X - વિચરે છે.

Linked texts (1)