Viyahapannatti 279
Viyāhapannatti: ṭīkānusārī vivecana 279
- Language
- Gujarati
279
વિવેચન :–૧૮૨
સર્વ કાળે સંભવતો પ્રમત્ત ગુણસ્થાનકનો બધોય કાળ. કાળથી પ્રમત્તકાળ સમૂહરૂપ કેટલો કાળ રહે? (શંકા) કાળથી અને ક્યાં સુધી બંને આ સૂત્રમાં કેમ મૂક્યા? ક્યાં સુધી કહેવાથી ‘કાળથી’ અર્થ આવી જ જાય છે. [સમાધાન] ‘કાલથી’ શબ્દ ક્ષેત્રના વ્યવચ્છેદને માટે છે. કેમ કે ક્ષેત્રવિષયક પ્રશ્નોમાં ‘ક્યાં સુધી’ શબ્દ વપરાય જ છે. - X - X - ‘એક સમય’ કેમ કહ્યું? પ્રમત્તસંયમને પ્રાપ્ત કર્યા પછી એક જ સમય વીત્યા પછી મરણ થાય તેના માટે. પ્રમત્ત-અપ્રમત્ત ગુણઠાણે પ્રત્યેકનો સમય, અંતર્મુહૂર્ત્ત છે, તે બંને પર્યાયથી દેશોન પૂર્વકોટિ યાવત્ ઉત્કૃષ્ટપણે થાય. કેમ કે સંયમી મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુ પૂર્વકોટિ જ હોય. આઠ વર્ષ પછી સંયમનો લાભ કરે છે. અપ્રમત્તના અંતર્મુહૂર્ત્તો કરતા પ્રમત્તના અંતર્મુહૂર્ત્તો મોટા છે એમ કલ્પાય છે. એ રીતે અંતર્મુહૂર્ત્ત પ્રમાણ બધાં પ્રમાતાબદ્ધાને મેળવતા દેશોનપૂર્વકોટિ કાલમાન થાય છે. - X - X - અપ્રમત્ત ગુણ સ્થાનકે વર્તતો મનુષ્ય અંતર્મુહૂર્ત્તની મધ્યે મરતો નથી.
પ્રમાદ-અપ્રમાદપરતા કહીને હવે સર્વાદ્ધાભાવિ ભાવાંતર કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit