Pramāṇa · Search · About · API

Viyahapannatti 28

Viyāhapannatti: ṭīkānusārī vivecana 28

Language
Gujarati

28

‘ભગવતી’ સૂત્ર-૧૬, ૧૭ :– [૧/૧/૧૬, ૧૭]
[૧૬] ભગવન્‌! નૈરયિકો કેટલા પુદ્ગલો ભેદે છે? ગૌતમ! કર્મદ્રવ્ય વર્ગણાને આશ્રીને બે પ્રકારે પુદ્ગલો ભેદે છે – સૂક્ષ્મ, બાદર.
ભગવન્‌! નૈરયિકો કેટલા પુદ્ગલોનો ચય કરે છે? ગૌતમ! આહાર દ્રવ્ય વર્ગણા અપેક્ષાએ બે પ્રકારના પુદ્ગલોનો ચય કરે છે, તે આ - સૂક્ષ્મ અને બાદર. એ પ્રમાણે ઉપચયમાં જાણવું.
કેટલા પુદ્ગલો ઉદીરે છે? – કર્મ દ્રવ્ય વર્ગણા અપેક્ષાએ બે પ્રકારના - સૂક્ષ્મ અને બાદર. બાકી પદો પણ આ રીતે કહેવા – વેદે છે, નિર્જરે છે, અપવર્તન પામ્યા, અપવર્તન પામે છે, અપવર્તન પામશે, સંક્રમાવ્યા, સંક્રમાવે છે, સંક્રમાવશે, નિધત્ત થયા, નિધત્ત થાય છે, નિધત્ત થશે, નિકાચિત થયા, નિકાચિત થાય છે, નિકાચિત થશે. આ સર્વે પદમાં કર્મદ્રવ્ય વર્ગણાનો અધિકાર કરીને આ ગાથા મૂકેલ છે–
[૧૭] ભેદાયા, ચય પામ્યા, ઉપચય પામ્યા, ઉદીરાયા, વેદાયા, નિર્જરાયા, અપરવર્તન-સંક્રમણ-નિધત્તન-નિકાચન ત્રણે કાળમાં કહેવું.

Linked texts (1)