Pramāṇa · Search · About · API

Viyahapannatti 29

Viyāhapannatti: ṭīkānusārī vivecana 29

Language
Gujarati

29

વિવેચન :–૧૬, ૧૭
ભગવન્‌! નૈરયિકો કેટલા પુદ્ગલ ભેદે? આદિ વ્યક્ત છે. વિશેષ આ – તીવ્ર, મંદ, મધ્યપણે રસના ભેદ વડે ભેદવાળા થાય, અર્થાત્‌ ઉદ્વર્તનાકરણ વડે મંદ રસવાળા કર્મપુદ્ગલો તીવ્ર રસવાળા થાય અને અપવર્તનાકરણથી તીવ્રરસા મંદરસા થાય? કર્મદ્રવ્ય વર્ગણો આશ્રીને સમાન જાતિવાળા દ્રવ્યસમૂહને દ્રવ્યવર્ગણા કહે છે. તે ઔદારિક દ્રવ્યોની પણ હોય, માટે કહે છે –
કર્મરૂપ દ્રવ્ય વર્ગણા કે કર્મદ્રવ્યોની વર્ગણાને આશ્રીને - X - મંદ તથા ઈતર રસની વિચારણા કર્મદ્રવ્યો સંબંધે જ હોઈ શકે, અન્ય દ્રવ્યો સંબંધે નહીં. અણુ-સૂક્ષ્મ, બાદર - સ્થૂળ. આ સ્થૂલત્વ, સૂક્ષ્મત્વ કર્મદ્રવ્યોની અપેક્ષાએ જ જાણવું, અન્ય અપેક્ષાએ નહીં. કેમ કે ઔદારિકાદિમાં કર્મદ્રવ્યો જ સૂક્ષ્મ છે.
આ જ રીતે ચય, ઉપચય ઉદીરણા, વેદન, નિર્જરાને શબ્દ અને અર્થ ભેદે કહેવા. પણ ચય, ઉપચયસૂત્રમાં આહાર દ્રવ્ય વર્ગણા આશ્રીને કહ્યું ત્યાં આ અભિપ્રાય છે – શરીરને આશ્રીને ચય, ઉપચયની પૂર્વે વ્યાખ્યા કરી. તે બંને આહાર દ્રવ્યોથી જ થાય, અન્ય દ્રવ્યોથી નહીં. તેથી આહાર દ્રવ્ય વર્ગણાને આશ્રીને આ પ્રમાણે કહ્યું. ઉદીરણાદિ તો કર્મદ્રવ્યના જ થાય, તેથી ત્યાં તેમ કહ્યું. અપવર્તન - કર્મોની સ્થિતિ આદિ અધ્યવસાયથી હીન કરવી. અપવર્તનના ઉપલક્ષણથી ઉદ્વર્તનસ્થિતિ આદિના વૃદ્ધિ કરણ સ્વરૂપ પણ નહીં સમજવું.
સંક્રમણ - મૂલપ્રકૃતિથી અભિન્ન ઉત્તરપ્રકૃત્તિને અધ્યવસાય વિશેષ વડે પરસ્પર સંચાર કરવો. કહ્યું છે – ગુણથી મૂળ પ્રકૃતિથી અભિન્ન ઉત્તર પ્રકૃતિને અધ્યવસાય પ્રયોગથી સંક્રમાવે, આત્મા અમૂર્ત હોવાથી સંક્રમે નહીં.
બીજા કહે છે – આયુષ્ય અને મોહનીયને છોડીને શેષ પ્રકૃતિનો ઉત્તર પ્રકૃતિ સાથે સંચાર તે સંક્રમણ. જેમ કોઈ શાતા વેદનીય અનુભવતા અશુભ કર્મ પરિણતિથી તે જ શાતાવેદનીય અશાતા રૂપે સંક્રમે. આ પ્રમાણે અન્યત્ર પણ યોજવું.
નિધત - પરસ્પર ભિન્ન પુદ્ગલોને એકઠાં કરીને ધારણ કરવાં તે.
ઉદ્વર્તના-અપવર્તના કરણથી ભિન્ન કરણના અવિષયપણે કર્મોનું રહેવું.
નિકાચિત - અત્યંત બંધાયેલા. પરસ્પર ભિન્ન પુદ્ગલો એકમેક કરવા અર્થાત્‌ અન્યોન્ય પુદ્ગલોનું એકબીજામાં રહેવું. - X -
ભિજ્જંતિ - આદિ પદ સંગ્રહ ગાથાર્થ કહ્યો. વિશેષ આ - અપવર્તન, સંક્રમણ, નિધત્ત, નિકાચન એ ચાર પદમાં ત્રણ પ્રકારનો કાળ બતાવવો. આ અપવર્તનાદિની જેમ ભેદાદિમાં ત્રિકાળતા કહેવી યુક્ત છે, પણ માત્ર વિવક્ષિત ન હોવાથી કહ્યા નથી – હવે પુદ્ગલાધિકારથી ચાર સૂત્ર–

Linked texts (1)